Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ-દહેજ માર્ગ પર કંપની કર્મચારીઓની બસ રોડ પરથી નીચે ઉતરી, મોટી દુર્ઘટના ટળી

Share

 

ભરૂચ:

Advertisement

 

ભરૂચ-દહેજ માર્ગ પર આમદરા ગામ નજીક આજે કંપની કર્મચારીઓને લઈ જતી બસ અકસ્માતનો ભોગ બનતાં એક મોટી દુર્ઘટના ટળી હતી. જોશી ટ્રાવેલ્સની બસ કંપનીના કર્મચારીઓને લઈને દહેજ તરફ જઈ રહી હતી, ત્યારે અચાનક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ રોડની સાઇડમાં ઉતરી ગઈ હતી.

અકસ્માત સર્જાતાં બસમાં બેઠેલા કર્મચારીઓમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, બસ પલટી ન જતાં તમામ કર્મચારીઓએ તાત્કાલિક બસમાંથી સલામત રીતે બહાર નીકળી ગયા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને બસમાં સવાર કર્મચારીઓને મદદરૂપ બન્યા હતા. અકસ્માતને પગલે ભરૂચ-દહેજ માર્ગ પર થોડા સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ બસ રોડ પરથી નીચે ઉતરવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં બસમાં સવાર કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.


Share

Related posts

કોલીયાદ સ્થિત હજરત સૈયદ કાશમશા સરકારની સુપ્રસિધ્ધ દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન, જેમાં મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા…

ProudOfGujarat

ગુજરાતના જાણીતા મ્યુઝીક કંપોઝર, મ્યુઝીક ડાયરેક્ટર અને ગાયક રાજપીપલાના શિવરામ પરમારની સંગીત ક્ષેત્રે વધુ એક સિદ્ધિ.

ProudOfGujarat

108 ઇમરજન્સી સેવાના કર્મચારીએ પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!