Proud of Gujarat
FeaturedGujarat

108 ઇમરજન્સી સેવાના કર્મચારીએ પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું…

Share

ભરૂચ જિલ્લામાં ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓએ વારંવાર પ્રામાણિકતાના ઉદાહરણ પૂરા પાડ્યા છે.અકસ્માતોના બનાવોમાં દર્દીઓના ગજવામાંથી ઘણી ચીજવસ્તુઓ મળી આવતી હોય છે જેને ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓ પરત કરતા હોય છે.

જેમ કે તાજેતરમાં ખરોડ પાસે ટ્રક અને મોટરસાયકલના અકસ્માતમાં મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ કોસંબામાં રહેતા રવિ શર્માને ઈજા પહોંચી હતી જેને સારવાર અર્થે ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા.રવિભાઈના ગજવામાંથી રોકડ અને સોનાના દાગીના મળી એક લાખ રૂપિયાની મતા હતી.જે ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓએ પ્રામાણિકતા દાખવી રવિભાઈના સગા-સંબંધીઓને પરત આપી એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લાના મોરા ખાતે વેશભૂષામાં સજ્જ થઇ વાજિંત્રો ના તાલે નૃત્યો કરી આદિવાસી દિવસની ઉજવણી

ProudOfGujarat

ભરૂચ શહેર માં એક તરફ પાણી નો કકળાટ અને લોકો માં રોષ છવાયો છે તો બીજી તરફ ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી પહેલા શહેર ના માર્ગો ઉપર ના ડિવાઈડર ની સાફ સફાઈ કરવા ફાયર ના કર્મીઓ હજારો લીટર પાણી નો વેડફી રહ્યા છે…….

ProudOfGujarat

સ્માર્ટ સિટી સુરતને ગ્રીન સિટી બનાવવા સુરતીઓ કટીબદ્ધ : ગીતોના તાલે ગરબા કર્યા બાદ કર્યું વૃક્ષારોપણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!