Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ધાર્મિક વિધિના બહાને મહિલાના સોનાના દાગીના પડાવી ફરાર થનાર ગેંગ ઝડપાઈ, અંકલેશ્વર GIDC પોલીસે ગણતરીના દિવસોમાં ગુનો ઉકેલ્યો

Share

 

 

Advertisement

અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાર્મિક વિધિના બહાને મહિલાને વિશ્વાસમાં લઈ સોનાના દાગીના ઉતરાવી છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ગેંગનો ભાંડો પોલીસે ફોડી નાખ્યો છે. પોલીસે ગણતરીના દિવસોમાં બે મુખ્ય આરોપીઓ સહિત દાગીના ખરીદનાર સોનીને ઝડપી પાડી કુલ રૂ.1.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, 22 જૂન, 2026ના રોજ બપોરે અંકલેશ્વર GIDC વિસ્તારમાં ફૂલ વેચતી મહિલાને એક અજાણ્યો પુરુષ અને મહિલા મળ્યા હતા. બંનેએ ધાર્મિક વાતો કરી અને ખાસ વિધિ કરાવવાથી ધંધામાં પ્રગતિ થશે તેવી વાત કરી મહિલાનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ વિધિના બહાને મહિલાએ પહેરેલી અંદાજે રૂ.63 હજાર કિંમતની સોનાની બે બુટ્ટી અને સોનાનો દાણો ઉતરાવી લઈ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ અંગે GIDC પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

પોલીસે CCTV ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી વસીમ ગુલામશા શેખ (ઉ.વ.37), સલમા W/o ઇકબાલ કમરૂદ્દીન શેખ (ઉ.વ.47) તેમજ બાલાસિનોરના સોની **દક્ષેશકુમાર મહેરભાઈ શાહ (ઉ.વ.54)**ને ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસમાં ખુલ્યું કે આરોપીઓએ છેતરપિંડીથી મેળવેલા દાગીના બાલાસિનોરમાં વેચી દીધા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી સોનાનો દાણો, સોનાની બુટ્ટી, એક મોબાઇલ ફોન અને મોટરસાઇકલ સહિત કુલ રૂ.1.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મુખ્ય આરોપીઓ સામે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છેતરપિંડીના અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ લોકો સાથે ધાર્મિક વિધિ અને શુભફળની વાતો કરી વિશ્વાસમાં લેતા અને ત્યારબાદ દાગીના ઉતરાવી ફરાર થઈ જવાની મોડસ ઓપરેન્ડી અપનાવતા હતા.

આ સમગ્ર કામગીરી પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ અને ભરૂચ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર GIDC પોલીસની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.


Share

Related posts

કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર બાળકી સાથે દુષ્કર્મ, બે આરોપી ઝડપાયા

ProudOfGujarat

માહીતી અધિકાર હેઠળ માહિતી ન અપાતા જંબુસર નગર પાલિકાનાં મુખ્ય અધિકારીને રૂ. 25,000 નો દંડ કરવામાં આવ્યો.

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં લોકડાઉન સમયમાં વેપારીઓ ગ્રાહકો પાસેથી વધુ ભાવ લઈ રહ્યાની ફરિયાદ ઉઠી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!