Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હજીરાથી દહેજ જતું સ્ટાઈરીન કેમિકલ રસ્તામાં જ સગેવગે કરવાનો કારસો નિષ્ફળ, LCBનો દરોડો; ₹1.08 કરોડનો મુદ્દામાલ જપ્ત

Share

 

ભરૂચ:

Advertisement

હજીરાથી દહેજ લઈ જવાતું સ્ટાઈરીન કેમિકલ રસ્તામાં જ ગેરકાયદેસર રીતે ઉતારી સગેવગે કરવાનો કારસો ભરૂચ સ્થાનિક ગુનો શાખા (LCB)એ નિષ્ફળ બનાવ્યો છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર દહેગામ નજીક દહેજ એક્ઝિટ રોડ પર પાડવામાં આવેલા દરોડામાં પોલીસે અંદાજે ₹1.08 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી બે ટેન્કર ચાલકોની ધરપકડ કરી છે, જ્યારે ત્રણ શખ્સો અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા.

ભરૂચ LCBની ટીમ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન હતી ત્યારે બાતમી મળી હતી કે દહેગામ ટોલનાકા નજીક દહેજ તરફ જવાના એક્ઝિટ રોડ પર બે ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલ પ્લાસ્ટિકના કારબામાં ભરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે LCBના PI મનીષ વાળાના માર્ગદર્શન હેઠળ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

પોલીસને જોઈ ત્રણ શખ્સો રોડની રેલિંગ કૂદી ફરાર થઈ ગયા હતા, જ્યારે બે ટેન્કર ચાલકોને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની ઓળખ સોહિમ મુજફ્ફર મોહમ્મદ અને સમીર રિયાઝ અહેમદ આલમ, બંને રહેવાસી અમેઠી (ઉત્તર પ્રદેશ) તરીકે થઈ હતી.

પ્રાથમિક પૂછપરછમાં બંનેએ કબૂલાત કરી હતી કે તેઓ ટેન્કરમાં ભરેલું સ્ટાઈરીન કેમિકલ દહેજ પહોંચાડવા નીકળ્યા હતા. રસ્તામાં અગાઉથી થયેલા સંપર્ક મુજબ ટેન્કરના વાલ્વ ઢીલા કરી, સીલ તોડ્યા વિના પ્લાસ્ટિકના 35 લીટરના કારબામાં કેમિકલ ભરવામાં આવી રહ્યું હતું.

તપાસ દરમિયાન પોલીસે પીકઅપ વાહનમાં 35 લીટરના કુલ 18 કારબા મળી આવ્યા હતા, જેમાંથી 17 કારબામાં અંદાજે 630 લીટર સ્ટાઈરીન કેમિકલ ભરેલું હતું. આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે તેમને મોબાઇલ પર સમીર ઉર્ફે સત્તાર દિવાન નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે ટેન્કરને દહેજ એક્ઝિટ નજીક ઉભું રાખવા જણાવ્યું હતું અને ત્યાં આવી કેમિકલ કાઢવાની યોજના ઘડી હતી. સમીર ઉર્ફે સત્તાર અગાઉ પણ આવા ગુનામાં સંડોવાયેલ હોવાનું આરોપીઓએ જણાવ્યું હતું.

આરોપીઓના જણાવ્યા મુજબ સમીર ઉર્ફે સત્તાર, ભગત નામના શખ્સ અને અન્ય એક ડ્રાઇવર પીકઅપ લઈને સ્થળે આવ્યા હતા અને ટેન્કરના વાલ્વ મારફતે કેમિકલ કાઢી રહ્યા હતા. જોકે પોલીસની રેડ પડતાં ત્રણેય સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

LCBએ કાર્યવાહી દરમિયાન બે ટેન્કર, બંનેમાં ભરાયેલું અંદાજે ₹83 લાખનું સ્ટાઈરીન કેમિકલ, પીકઅપ વાહન તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ ₹1.08 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ સમગ્ર મામલે ભરૂચ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા તેમજ સમગ્ર કૌભાંડમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલ છે તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


Share

Related posts

પાલેજના રાજાનગર વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, હજારોના મુદ્દામાલ સાથે 6 ઝડપાયા

ProudOfGujarat

પાનોલી ઓદ્યોગિક વસાહતમાં આવેલ જય મહાકાળી કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat

પ્રેટ્રોલની મૂળ કિંમત 42 રૂ, કેન્દ્ર-રાજ્યનો ટેક્સ 38 રૂ: ગુજરાત સરકારની દર મહિને હજાર કરોડની કમાણી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!