Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં બકરી ઈદના પર્વને લઈને શાંતિ સમિતીની બેઠક મળી : એ ડિવિઝન પોલીસ મથકે એ, બી અને સી ડિવિઝન પોલીસ મથકેની સંયુક્ત બેઠક યોજાઈ

Share

ભરૂચ.
ભરૂચમાં બકરી ઈદના પર્વને શાંતીપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવા અનુલક્ષીને શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ પોલીસ મથકની શાંતી સમિતિની બેઠક યોજવામાં આવી હતી. ડીવાયએસપી સીકે પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી શાંતિ સમિતીની બેઠકમાં સમિતના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આગામી ૨૮મી મેના રોજ મુસ્લીમ સમાજની બકરી ઈદનો તહેવાર છે ત્યારે ભરૂચ ડિવાયએસપી સી. કે. પટેલની અધ્યક્ષતામાં એ ડિવિઝન ખાતે એ, બી. અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનની શાંતી સમિતીની બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ સામાજિક અને ધાર્મિક મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન પોલીસ તંત્ર દ્વારા તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સુચનો આપવામાં આવ્યાં હતાં. સાથે સાથે સોશિયલ મિડીયામાં કોઈ પણ પ્રકારના ભ્રામક કે ખોટા સંદેશાઓ વાયરલ કરતાં પહેલાં તેની સત્યતા ચકાસવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ સમાજના લોકો પરસ્પર ભાઈચારો અને શાંતિ જાળવી તહેવારની ઉજવતી કરે તેવી પણ અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં હિન્દુ તેમજ મુસ્લીમ સમાજન આગેવાનો સહિત સ્થાનિક પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Share

Related posts

લીંબડીના શિયાણી ગામે ડીસ્ટ્રી કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતો પરેશાન.

ProudOfGujarat

માંગરોળ : તડકેશ્વરની શિફા હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી દર્દીએ ખરીદેલ દવામાંથી વાળ નીકળતા દવા કંપનીની બેદરકારી છતી થઇ.

ProudOfGujarat

ગોધરા ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતીની કારોબારી બેઠકમાં વિપક્ષનેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમૂખ અમિત ચાવડાની ખાસ ઉપસ્થિતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!