Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ તાલુકા પંચાયત પર ભાજપનો કબજો યથાવત :પ્રમુખ તરીકે હેમાક્ષી પટેલ અને ઉપપ્રમુખ તરીકે લક્ષ્મી ટંડેલ વિજેતા જાહેર

Share

વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવાયા
ભરૂચ :
ભરૂચ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ બંને મુખ્ય પદો પર વિજય મેળવી તાલુકા પંચાયત પર પોતાનો કબજો યથાવત રાખ્યો છે. ચૂંટણી અધિકારી મનીષા મનાણીની ઉપસ્થિતિમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
ચૂંટણીના પરિણામ મુજબ અમલેશ્વર બેઠક પરથી ચૂંટાયેલા હેમાક્ષી ગૌરાંગ પટેલ તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા. જ્યારે ભાડભૂત બેઠકના લક્ષ્મી કાલિદાસ ટંડેલ ઉપપ્રમુખ પદ પર ચૂંટાયા હતા. આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે માર્મિક ગૌતમ પટેલ, પક્ષના નેતા તરીકે રાકેશ સરવણ ગોહિલ અને દંડક તરીકે વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાજની નિમણૂક કરવામાં આવી હતી.ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવાયા હતા તેમજ જીતની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપે તાલુકા પંચાયતની સત્તા યથાવત રાખતા સ્થાનિક રાજકારણમાં પોતાની મજબૂત સ્થિતિ ફરી એકવાર સાબિત કરી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

Share

Related posts

ઝઘડિયાના પડવાણીયા ગામે રૂ. ૫૦૦ ની લેવડદેવડના ઝઘડામાં ભાઇએ ભાઇ ભાભીને માર માર્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેતી પાકોમાં વાયુ પ્રદુષણના કારણે નાશ પામેલ ખેતીનું વળતર સહિત અનેક મુદ્દે કલેકટરને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

સુરત :ડિંડોલી બ્રિજ પર સિટી બસે એક બાઈક પર સવાર ત્રણ વિદ્યાર્થી સહિત ચારને અડફેટે લીધા હતા.જેને પગલે એક જ પરિવારના પિતા,પુત્ર અને ભત્રીજાનામોત નીપજયા ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!