Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઈદ પૂર્વે પાણી સમસ્યાને લઈને કોંગ્રેસની પાલિકા પ્રમુખ સમક્ષ રજૂઆત : શહેરના અનેક વિસ્તારોમાં પાણીની અછત દૂર કરવા તાત્કાલિક પગલાં લેવાની માંગ

Share

ભરૂચ : ભરૂચ પાલિકા કચેરી ખાતે સોમવારે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકાના નવા ચૂંટાયેલા કોંગ્રેસ સભ્યો સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા સહિત કાર્યકરો, આગેવાનો અને સ્થાનિકોએ પાલિકાના નવા પ્રમુખની મુલાકાત લઈ શહેરમાં સર્જાતી પાણીની સમસ્યા અંગે રજૂઆત કરી હતી.

કોંગ્રેસ આગેવાનો દ્વારા જણાવાયું હતું કે, શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પાણીની અછત અને અનિયમિત પુરવઠાની સમસ્યા યથાવત છે. ભાજપ છેલ્લા ત્રણ દાયકાથી સત્તામાં હોવા છતાં પણ નાગરિકોને પૂરતું અને નિયમિત પાણી મળી રહે તેવો કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ ગયું હોવાનું તેમણે આક્ષેપ કર્યો હતો.

Advertisement

આગામી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરના તમામ વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં અને નિયમિત પાણી પુરવઠો આપવામાં આવે તેવી ખાસ માંગ પણ કરવામાં આવી હતી. પાલિકાના નવા પ્રમુખે આગેવાનોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી સમસ્યાના સકારાત્મક નિરાકરણ માટે જરૂરી પગલાં ભરવાની બાંહેધરી આપી હતી.


Share

Related posts

રાજકોટમાં ફરી ગુરુવારથી ત્રણ દિવસ પાણીનો કાપ : અપૂરતા નર્મદાના નીરની કારણે રાજકોટવાસીઓ પાણીથી વંચિત

ProudOfGujarat

જ્યોતિ સક્સેનાએ એનિમલમાં બોબી દેઓલની શાનદાર હાજરીથી આશ્ચર્યચકિત થઈને કહ્યું કે, “બોબી એક બદમાશ માણસ અને ચોર જાળ તરીકે સંપૂર્ણપણે લાગણીશીલ છે”.

ProudOfGujarat

અંકલેશ્વર એનસીટીના કર્મચારીની હડતાલ ત્રીજા દિવસે એ.આઇ.એ,પી.આઈ.એ અને જીપીસીબી દ્વારા દરમિયાનગીરી કરી ચુંટણી બાદ તેમના પ્રશ્નોનુ નિરાકરણ લાવવાની બાંહેધરી આપતાં કર્મીઓએ હડતાળ પાછી ખેંચી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!