Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મારી રીક્ષાની સામે બાઈક કેમ લાવ્યો કહીં યુવાનને ફટકાર્યો : ભરૂચના ન્યૂ કસક વિસ્તારમાં બનેલી ઘટના

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચના ન્યૂ કસક વિસ્તારમાં રહેતાં નિલેશ રમણ ઓડ અંક્લેશ્વરની એક કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરતાં હોઈ તેઓ ગઈકાલે નોકરીએ ગયાં હતાં. સાંજેના સમયે તેમણે નોકરીએથી છુટયા બાદ તેમનો મોબાઈલ જોતાં તેમની પત્નીના ઘણા મિસ્ડકોલ આવેલાં જોતાં તેમણે તેમને ફોન કરી પુછપરછ કરી હતી. તેમની પત્નીએ તેમને જણાવ્યું હતું કે, તેમના પુત્ર વિરલને ફળિયામાં ઝવડો થયો છે અને તેને ઈજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ છે.

જેથી તેઓ તુરંત ભરૂચ દોડી આવ્યાં હતાં. તેમણે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી તેમના પુત્રની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તે સાંજે ચારેક વાગ્યે મામલતદાર ઓફિસ ખાતે કામ પૂર્ણ કરી તેના મામાની બાઈક લઈને ઘરે આવી રહ્યો હતો. તે વેળાં કળિયામાં બાબુભાઈની દુકાન પાસે આવતાં ફળિયામાં રહેતાં રબ્બાનીએ તેની રીક્ષા સામેથી લઈ આવતો હોઈ તેની બાજુમાંથી બાઈક લઈ જતી વેળાં રબ્બાનીએ અચાનક ઉશ્કેરાઈ જઈ તને દેખાતું નથી તુ સામે બાઈક લઈને આવે તેમ કહીં અપશબ્દો ઉચ્ચારતાં તેણે તેને અપશબ્દો બોલવાની ના પાડતાં રબ્બાનીએ ઉશ્કેરાઈ જઈ નજીકમાં પડેલી લોખંડની ખુરશી લઈ તેને મારતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. અરસામાં આસપાસના લોકો એકત્ર થઈ જતાં તેમણે તેને છોડાવ્યો હતો. ઈજાગસ્તને સિવિલમાં દાખલ કરાતાં ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

રાજપીપળા : ૨૫ જેટલા પરિવારોને જીવન જરૂરીયાતની-પાયાની આવશ્યક ચીજવસ્તુઓની સંખ્યાબંધ સામગ્રી સાથેની કિટસનું કરાયું વિતરણ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાનાં ૧૭ ખેડૂતોને બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી સન્માનિત કરાયા.

ProudOfGujarat

ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને આંચકો, ગુજરાત હાઈકોર્ટે કેસ ટ્રાન્સફર કરવાની અરજી ફગાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!