Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગજેરા ગામે ખાણખનીજ વિભાગનો દરોડો: ભૂમાફિયાઓમાં ફફડાટ : ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત, હિટાચી મશીન અને ડમ્પર કબજે

Share

ભરૂચ જિલ્લાના ગજેરા ગામે ખાણખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલા દરોડાની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. વિભાગે ગેરકાયદેસર માટી ખનન સામે કાર્યવાહી હાથ ધરી અંદાજે ૬૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

દરોડા દરમિયાન એક હિટાચી મશીન અને એક ડમ્પર કબજે લેવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ડાભા, ગજેરા, ઉબેર અને વાવલી સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી મોટા પાયે ગેરકાયદેસર માટી ખનન અને પરિવહનનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની ચર્ચા છે.

Advertisement

સ્થાનિકોમાં ચર્ચા છે કે જો ખાણખનીજ વિભાગની ટીમો રાત્રિના સમયે નિયમિત અને સઘન પેટ્રોલિંગ તથા ચેકિંગ કરે તો કરોડો રૂપિયાની માટી ચોરીના કૌભાંડો બહાર આવી શકે છે. રાત્રિના અંધારામાં માટી ભરેલા વાહનો બેફામ ફરી રહ્યા હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે.

ખાણખનીજ વિભાગની આ કાર્યવાહી બાદ ગેરકાયદેસર ખનન કરતા તત્વોમાં દોડધામ મચી ગઈ હોવાનું કહેવાય છે. સ્થાનિક લોકો હવે વિભાગ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવી રહ્યા છે.


Share

Related posts

રાજપીપળા જીલ્લા જેલ ખાતે ઈમ્પોર્ટન્સ ઓફ સીટીઝન ડોક્યુમેન્ટસ માટેની શિબિર યોજાઈ.

ProudOfGujarat

વડોદરા જિલ્લાના વિવિધ સ્થળોએ અસંગઠીત શ્રમયોગીઓ માટે મતદાન જાગૃતિ શિબિર યોજાઇ.

ProudOfGujarat

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં પાલિકાએ 12 મકાનો તોડી નાંખતા રહીશોમાં રોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!