Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ એલસીબીની મોટી કાર્યવાહી : કારેલા પાસે એક્સપ્રેસ હાઇવે પરથી દારૂ ભરેલી આઈસર ટ્રક કબ્જે : ટ્રકના કેબીન પાછળ બનાવેલા ચોરખાનામાંથી 9840 બોટલ દારૂ ઝડપાયો

Share

 

ભરૂચ જિલ્લાના કારેલા ગામ નજીક દિલ્હી-મુંબઈ NE-4 એક્સપ્રેસ હાઇવે પર એલસીબી ભરૂચે મોટી કાર્યવાહી હાથ ધરી ચોરખાનામાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે આઈસર ટ્રક સહિત કુલ ₹26.87 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Advertisement

પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજમોરીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તે અનુસંધાને એલસીબી ભરૂચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સુરતથી વડોદરા તરફ જતી બંધ બોડીવાળી આઈસર ટ્રક નંબર MH 49 F 1497 માં ચોરખાનામાં વિદેશી દારૂ ભરેલો છે.

બાતમીના આધારે એલસીબીની ટીમ કારેલા ગામ નજીક ૩૦૬ નંબરના ખુલ્લા રેસ્ટ પાર્કિંગ ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી. શરૂઆતમાં ટ્રક ખાલી જણાઈ હતી, પરંતુ ઘનિષ્ઠ તપાસ દરમિયાન કેબીન પાછળના ભાગમાં બનાવવામાં આવેલ આશરે ૨.૫ X ૭ ફૂટના ગુપ્ત ચોરખાનામાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ ૨૪૫ બોક્સમાં ભરેલી ૯૮૪૦ બોટલ કિંમત રૂ.18.87 લાખનો દારૂ અને રૂ.8 લાખની આઈસર ટ્રક મળી કુલ રૂ.26.87 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ મામલે અજાણ્યા ટ્રક ચાલક અને માલિકને વોન્ટેડ જાહેર કરી ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર કામગીરી પો.સ.ઇ. એ.વી. શીયાળીયા, એએસઆઇ ઇરફાન સમદ, સંજયનાથ ગઢવી સહિત એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવી હતી.


Share

Related posts

મેં માધુરી દિક્ષિત બનના ચાહતી હું: બિહારથી હિરોઈન બનવા ભાગેલી સગીરા ભરૂચ આવી પહોંચી : સખી વન સ્ટોપની ટીમે સગીરાના પરિવારનો સંપર્ક કરી તેમનો તેમનો મેળાપ કરાવ્યો

ProudOfGujarat

ઝઘડિયા, વાલીયા, નેત્રંગ તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં બે અલગ-અલગ અકસ્માતોમાં એકનું મોત, બીજામાં ચાલકનો આબાદ બચાવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!