Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં માવતરને શરમાવતી ઘટના : નવજાત અર્ધવિકસીત બાળકને ત્યજી દીધું : રોટરી ક્લબ પાછળ શ્વાન મોઢામાં લઈને જતું હતું, લોકોએ બચાવતાં સમગ્ર મામલો બહાર આવ્યો

Share

 

ભરૂચ શહેરમાં માનવતાને ઝંઝોળી નાખે તેવી કરુણ ઘટના સામે આવી છે. શહેરના રોટરી ક્લબ પાછળ આવેલા મારવાડી ટેકરા નજીકના ચોક વિસ્તારમાં એક શ્વાન તાજુ જન્મેલું નવજાત બાળક મોઢામાં લઈને ફરી રહ્યું હતું. સ્થાનિક વ્યક્તિએ શ્વાનને ભગાડી બાળકને બચાવવાનો પ્રયાસ કરતાં બાળક મૃત હાલતમાં અને અર્ધવિકસીત હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાને પગલે એ ડિવિઝન પોલીસે અજાણી મહિલા કે પુરુષ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Advertisement

મળતી માહિતી અનુસાર ભરૂચના ધોળીકૂઈ બજાર રાવળિયાવાડ ટેકરા વિસ્તારમાં રહેતા મુનાફ અબ્દુલ રહેમાન સૈયદ છેલ્લા છ મહિનાથી રોટરી ક્લબ પાછળ જનરલ સ્ટોરની કેબીન ચલાવે છે. સાંજના સમયે તેઓ કેબીન પર હાજર હતા ત્યારે એક શ્વાન તેના મોઢામાં નવજાત બાળક લઈને આવતું નજરે પડ્યું હતું. તાત્કાલિક દોડી જઈ તેમણે શ્વાનને ભગાડતાં શ્વાને બાળકને ત્યાં જ મૂકી ભાગી ગયું હતું.

બાદમાં નજીક જઈ તપાસ કરતાં બાળક તાજું જન્મેલું, અર્ધવિકસીત અને મૃત હાલતમાં હોવાનું જણાયું હતું. ઘટનાની જાણ તરત જ પોલીસને કરવામાં આવતાં એ ડિવિઝન પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને નવજાતના દેહને કબજે લઈ આગળની તબીબી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે નવજાતના જન્મ બાદ તેની માતા, પરિવારજનો અથવા કોઈ સંકળાયેલા શખ્સ દ્વારા અર્ધવિકસીત બાળકના મૃતદેહનો નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોઈ શકે. પોલીસે અજાણી મહિલા કે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

સરકારનાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાનાં વિરોધમાં નેત્રંગ ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓએ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં ઉમેદવારોનાં મતનું ભાવિ થયું સીલ… જાણો વધુ.

ProudOfGujarat

રિયલ લાઈફ હીરો સોનુ સૂદ ગણેશ ચતુર્થી ભક્તિ અને પર્યાવરણમિત્ર પરંપરાઓ સાથે ઉજવે છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!