Proud of Gujarat
FeaturedGujaratINDIA

અરેરે…સંતોષી વસાહતના રહેવાસીઓની તકલીફોનો કોઈ પાર નથી, ગટરનું ઢાંકણું નથી તો કચરાપેટી ઉભરાય રહી છે..!!!

Share

ભરૂચ નગરનાં સંતોષી વસાહત વિસ્તારમાં રહેતા લોકોની તકલીફોનો કોઈ પાર નથી. આ વિસ્તારના લોકો ભરૂચ નગરપાલિકાને નિયમિત રીતે કર ભરે છે તેમ છતાં તેમણે નગરપાલિકાની સેવાઓનો લાભ મળતો નથી તેથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. આ વિસ્તારના સમાજ સેવક અને આગેવાનના જણાવ્યા પ્રમાણે સંતોષી વસાહત વિસ્તાર ખૂબ મોટો છે આ વિસ્તારમાં સતત રાહદારીઓ અને વાહનોની અવરજવર થતી રહે છે પરંતુ રાજકરણીઓ આ વિસ્તારમાં ચૂંટણીના ટાણે જ દેખાતા હોવાના આક્ષેપો કરી લોકોએ ફરિયાદ કરી હતી. સ્થાનિક લોકોની ફરિયાદ સાચી હોય તેમ આ વિસ્તારમાં આવેલ ગટરનું ઢાંકણું કેટલાક મહિનાઓથી ગુમ થઈ ગયું છે. ગટરનું ઢાંકણું ન હોવાનાં કારણે રાત્રિના સમયે રાહદારીઓ અથવા પશુઓના પગ ગટરમાં પડતાં અકસ્માત થવાની સંભાવના ખૂબ વધી ગઈ છે. આવી પરિસ્થિતિમાં સંતોષી વસાહત વિસ્તારમા ગટરો પરના ઢાંકણા તાત્કાલિક ચેકિંગ થાય અને જ્યાં ઢાંકણા ના હોય ત્યાં ઢાંકણા ફિટ કરવામાં આવે તેવી લોકમાંગ ઊભી થઈ છે.

ભરૂચ નગરમાં નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે પરંતુ આ અભિયાન માત્ર કાગળ પર હોય એમ જણાય રહ્યું છે. વાસ્તવમાં નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંગે બેધ્યાનપણું રખાય રહ્યું છે તેની પૂરતી સાબિતીરૂપે સંતોષી વસાહતમાં આવેલ કચરાપેટીની ઉદાહરણ આપી શકાય. આ કચરાપેટીઓ કચરાથી ભરાય ગઈ હોવા છતાં અનેક દિવસો સુધી તેને ખાલી કરવા કોઈ આવતું નથી જેથી કચરાપેટીનો ઉભરાયેલો કચરો જ ગંદકીમાં વધારો કરે છે આવી ગંદકીના પગલે સંતોષી વસાહતમાં રોગચાળો ફાટી નીકળવાની સંભાવના ઊભી થઈ છે.

આ અંગે પણ સામાજિક કાર્યકર અને આગેવાન દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું. સંતોષી વસાહતના રહીશોના જણાવ્યા પ્રમાણે જો નિર્ધારિત સમયમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Advertisement

Share

Related posts

દહેજ જી.આઇ.ડી.સી.માં આવેલ ટેગરોસ કેમિકલ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા કરતી વખતે બ્લાસ્ટ થતા કંપની આગની જ્વાળામાં હોમાઈ જવા પામી હતી.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ નાની નરોલી ખાતે પ્રી-પ્રાઈમરી વિભાગમાં અમ્બ્રેલા ડે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

પરપ્રાંતિયોને વળતર આપવા HCમાં જાહેર હિતની અરજી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!