Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ SOGની મોટી કાર્યવાહી : અંક્લેશ્વરમાંથી ₹3.15 લાખનો ગાંજો ઝડપાયો : ‘NO DRUGS IN BHARUCH CAMPAIGN’ હેઠળ બે શખ્સ ઝડપાયા, બિહારનો એક આરોપી વોન્ટેડ જાહેર

Share

 

ભરૂચ : ભરૂચ જિલ્લામાં નશાકારક પદાર્થોની હેરાફેરી અને વેચાણ સામે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી ‘NO DRUGS IN BHARUCH CAMPAIGN’ અંતર્ગત ભરૂચ SOGને વધુ એક મોટી સફળતા મળી છે. અંક્લેશ્વર GIDC પોલીસ મથક વિસ્તારમાંથી પોલીસે ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે.

Advertisement

મળતી માહિતી મુજબ SOG પોલીસને બાતમી મળી હતી કે અંક્લેશ્વરના રાજપીપળા રોડ પર આવેલા શાંતિનગર વિસ્તારમાં રહેતા બે શખ્સો પોતાના રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરી રહ્યા છે. ચોક્કસ બાતમીના આધારે SOGની ટીમે દરોડો પાડી તપાસ હાથ ધરતા સુમનકુમાર મંટુ યાદવ અને ગોલુકુમાર મંટુ યાદવને ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી લીધા હતા.

પોલીસે આરોપીઓના કબજામાંથી ૬ કિલો ૧૦૦ ગ્રામ વજનનો ગાંજો, જેની કિંમત રૂ.૩,૦૫,૦૦૦ થાય છે, ઉપરાંત બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.૩,૧૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસની આ કાર્યવાહીથી નશાના કારોબારમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

પૂછપરછ દરમિયાન બિહાર રાજ્યના જમાલદીપુરનો સુંદરમકુમાર શ્રીસચ્ચિદાનંદ યાદવ પણ આ ગેરકાયદેસર કારોબારમાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું હતું. હાલ તે ફરાર હોવાથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.

આ સમગ્ર મામલે પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં ‘ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ-1985’ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને રિમાન્ડ પર લઈ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને વેચવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

ભરૂચ SOGની આ સફળ કામગીરીને પગલે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. જિલ્લામાંથી નશાના દૂષણને જડમૂળથી દૂર કરવા પોલીસ સતત સક્રિય કામગીરી કરી રહી હોવાનું પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં પતિ અને સાસુના ત્રાસથી પીડિત મહિલાને 181 અભયમ ટીમ દ્વારા રાહત

ProudOfGujarat

વરેડીયા નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરી મચી.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિની ચૂંટણી પરિણામો અંગેની રિવ્યુ બેઠક મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!