Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના સ્ટેશન રોડ સ્થિત CNG પંપ પર ઓટોરિક્ષામાં આગ : ફાયર વિભાગની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી

Share

 

ભરૂચ શહેરના વ્યસ્ત સ્ટેશન રોડ પર આવેલા શાલીમાર કોમ્પલેક્ષ નજીકના CNG ગેસ પંપ પર એક ઓટોરિક્ષામાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ભરૂચ ફાયર વિભાગની સમયસર અને સતર્ક કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ એક ઓટોરિક્ષા CNG ગેસ ભરાવવા માટે પંપ પર આવી હતી. ગેસ ભરવાની પ્રક્રિયા દરમિયાન અચાનક રિક્ષામાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને થોડી જ વારમાં આગ ભભૂકી ઊઠી હતી. ઘટના જોતા જ પંપ પર હાજર કર્મચારીઓ અને અન્ય વાહનચાલકોમાં દોડધામ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતા ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર કર્મચારીઓએ ઝડપી કામગીરી હાથ ધરી આગને વધુ ફેલાતી અટકાવી હતી. સમયસર આગ પર કાબૂ મેળવી લેવાતા ગેસ પંપ અને આસપાસના વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાતી અટકી ગઈ હતી.

આગની ઘટનાને પગલે સ્ટેશન રોડ વિસ્તારમાં લોકોના ટોળાં ઉમટી પડ્યાં હતાં, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વાહનવ્યવહાર ફરી સામાન્ય બનાવ્યો હતો.

સદભાગ્યે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નહોતી. જોકે આગમાં ઓટોરિક્ષા સંપૂર્ણપણે બળી જતાં તેને ભારે નુકસાન થયું હતું.


Share

Related posts

વાંકલ : ગાંધીનગરથી તપાસ માટે આવેલ FRL ની ટીમે વાંકલ સસ્તા અનાજની દુકાનમાંથી પ્લાસ્ટિકના ચોખા અંગે કરી સ્પષ્ટતા.

ProudOfGujarat

આત્મા પ્રોજેકટ ભરૂચ દ્વારા પ્રાકૃતિક ખેતીને વેગ આપવા ૭૬ કૃષિ સખી અને CRP માટે સઘન તાલીમ શિબિરનું આયોજન

ProudOfGujarat

આખરે મગર પાંજરે પુરાયો – ભરૂચ, અંકલેશ્વર માર્ગ પર ખાડીમાં દેખાઈ દેતો મગર પાંજરામાં આવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!