Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોસંબા APMC દ્વારા વેલાછા ખાતે સહકારિતા શિબિર તથા ખેડૂત સંમેલન યોજાયુ.

Share

APMC કોસંબા દ્વારા વેલાછા ખાતે સહકારિતા શિબિર તથા ખેડૂત સંમેલનનું આયોજન ગણપતભાઈ વસાવાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સેવા મંડળી, અન્ય મંડળી, દૂધ મંડળીના આગેવાનો તથા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સમારંભ અધ્યક્ષ સ્થાનેથી ગણપતભાઈ વસાવા એ જણાવ્યું કે ખેડૂતો માટે જે કોંગ્રેસના શાસનમાં રાજ્ય સરકારમાં 400 કરોડની બજેટ જોગવાઈ હતી તે ભાજપ સરકારમાં 8000 કરોડ સુધી પહોંચી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કૃષિરથ, કૃષિ મહોત્સવના માધ્યમથી અનેક ખેડૂતલક્ષી અને પશુપાલકો લક્ષી વિકાસશીલ પગલા લીધા. જેને કારણે ગુજરાતનો કૃષિ વૃદ્ધિનો દર 14% ની પાસે રહ્યો. જે આખા દેશમાં 2.5% હતો. સિંચાઈની જમીનમાં 39 લાખ હેક્ટરથી 75 લાખ હેક્ટર સુધી કરી આ બધાને કારણે ગુજરાતનું કૃષિ ઉત્પન 9000 કરોડનું હતું તે આજે 1.50 લાખ કરોડ સુધી પહોંચ્યું છે એમણે સતત ચાર ટર્મ સુધી પોતાને પ્રેમ અને સમર્થન આપનાર કાર્યકર્તાઓ અને 156 માંગરોળ વિધાનસભાના પ્રજાજનોનો ઋણ સ્વીકાર કર્યો હતો.

આ પ્રસંગે APMC ના ચેરમેનશ્રી દિલીપસિંહ રાઠોડે જણાવ્યુ કે કોસંબા APMC દ્રારા ખેડૂત અને સહકારી મંડળીઓ સાથે સંકલન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોસંબા, વાંકલ અને વેલાછાની શિબિરોમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયતની ખેડૂત સહાય યોજનાઓની માહિતી દ્વારા ખેડૂતો વધુ યોજનાઓનો લાભ લે સાથે સહકારી મંડળીઓનું માળખું પણ સધ્ધર થાય તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. જેમાં ભાગ સાથે આજની શિબિર ગણપતભાઈ વસાવાએ 550 કરોડના ખર્ચે કેબલ રીપેરીંગના કામો કરાવ્યા જેથી સિંચાઈના પ્રશ્નો હલ થયા છે. 550 કરોડની કાકરાપાર-ગોડધા લિંક કેબલ તથા 450 કરોડની કરજણ ડેમ આધારિત લિફ્ટ ઈરીગેશન યોજના, 722 કરોડની ઉકાઈ ડેમ આધારિત ઉમરપાડા ઉદવહન સિંચાઇ યોજનાને સાકાર કરી વાંકલ – ઝંખવાવ – કેવડી – ઉમરપાડા વિસ્તાર હરિયાળો થયો છે. સાથે છેલ્લા 20 વર્ષમાં સામાજિક શાંતિનું વાતાવરણ ઊભું કર્યું છે. આગામી વિધાનસભામાં તેઓ 51000 કરતા વધુ મતોથી જીતસે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Advertisement

માંગરોળ વિસ્તરણ અધિકારી (ખેતી) મુકેશસિંહ રાઠોડે ખેડૂતલક્ષી યોજનાઓની મૌખિક તેમજ લેખિત માહિતી આપી હતી. સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કના અધિકારી જયદીપસિંહ રણાએ સુડીકો સુમુલ દ્વારા ખેડૂતો પશુપાલકો તથા અન્ય લોન યોજનાઓની માહિતી આપી હતી. આ પ્રસંગે ભાજપ પક્ષમાં 156 માંગરોળ વિધાનસભા ના દાવેદાર તરીકે સર્વ સંમતિથી એકમાત્ર નામ ગણપતભાઈ વસાવાનું પસંદ કરતા ઉપસ્થિત સર્વેએ શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ધર્મેન્દ્રસિંહ સોલંકી, ભરતસિંહ ઠાકોર, રાકેશ સોલંકી, સુરેન્દ્રસિંહ ખેર, મહેન્દ્રસિંહ રણા, રાજેશભાઈ કટારીયા, કર્મવીરસિંહ ડોડીયા, જીતેન્દ્રસિંહ જાદવ, સુરેન્દ્રસિંહ પરમાર, પ્રવીણભાઈ પટેલ, ભગવતીભાઈ પ્રજાપતિ, મેહુલભાઈ શાહ, કેયુરસિંહ પરમાર, પ્રભાતભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, ઇંદ્રજીતસિંહ પરમાર, ડો. યુવરાજસિંહ સોનારીયા, વિક્રમભાઈ પરમાર, ધવલ ખેર સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન APMC ના વાઇસ ચેરમેન અનિલભાઈ શાહ તથા આભારવિધિ એપીએમસી APMC ના સેક્રેટરી અજીતસિંહ અટોદરિયા એ કરી હતી.

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

અંકલેશ્વર-ભાજપ યુવા મોરચાના પ્રમુખે જન્મ દિન ની અનોખી રીતે ઉજવણી કરી-જાણો વધુ

ProudOfGujarat

કેમિકલના કારનામાએ અંકલેશ્વર જીઆઈડીસીના માર્ગો પર ફરતા શ્વાનને લાલ કરી મુક્યા

ProudOfGujarat

ગુજરાતમાં કોરોનાથી સાજા થયેલ લોકોમાં મ્યુકરમાઈક્રોસીસ નામની બીમારી ફેલાઈ..!!! જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!