Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વર્ક ફ્રોમ હોમની લાલચમાં શિક્ષિકા સાથે 95 હજારની ઓનલાઈન ઠગાઈ : ટેલીગ્રામ ગ્રુપ મારફતે હોટલ રેટિંગના કામના બહાને નાણા પડાવ્યા, ભરૂચ સી-ડિવિઝનમાં ગુનો નોંધાયો

Share

 

ભરૂચ :
ઓનલાઈન વર્ક ફ્રોમ હોમ અને સરળ કમાણીની લાલચ આપીને સાયબર ઠગાઈ કરવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવો જ એક બનાવ ભરૂચ સી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો છે, જેમાં વડોદરામાં રહેતી એક શિક્ષિકા સાથે ટેલીગ્રામ ગ્રુપ મારફતે ઓનલાઈન ઠગાઈ આચરી લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

Advertisement

ફરિયાદ મુજબ વડોદરાના કલાલી વિસ્તારમાં રહેતી કવીતાબેન વિનિતભાઈ પટેલ, જે ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે, તેઓ અગાઉ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલાં સંસ્કાર બંગ્લોઝ ખાતે રહેતા હતા. તા. ૨૨ મે ૨૦૨૬ના રોજ તેમના ટેલીગ્રામ એકાઉન્ટ પર “વર્ક ફ્રોમ હોમ” દ્વારા પૈસા કમાવવાની ઓફર સાથે મેસેજ આવ્યો હતો. જેમાં ગૂગલ પર હોટલ અને રિસોર્ટને રેટિંગ આપવાના કામ બદલ પોઈન્ટ્સ અને રૂપિયા મળવાની લાલચ આપવામાં આવી હતી.

શરૂઆતમાં ફરિયાદીને હોટલ-રિસોર્ટને ઓનલાઈન રેટિંગ આપવાના કામ બદલ રૂ.૩,૯૦૦, રૂ.૪૬૦ અને રૂ.૧,૧૫૦ જેવી નાની રકમ તેમના ખાતામાં જમા કરાવવામાં આવી હતી. જેના કારણે ફરિયાદીને સમગ્ર પ્રક્રિયા સાચી હોવાનો વિશ્વાસ બેઠો હતો. બાદમાં આરોપીઓએ વધુ કમાણી અને વધુ પોઈન્ટ મેળવવા માટે અલગ-અલગ મેમ્બરશિપ લેવાની વાત કરી વિવિધ બેંક ખાતાઓમાં કુલ 95 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી તેમની મોટી રકમ પડાવી લીધી હતી.

પછી ફરિયાદીએ પોતાના નાણા પરત માંગતાં આરોપીઓએ તેમને ટેલીગ્રામ ગ્રુપમાંથી બ્લોક કરી દીધા હતા અને કોઈ રકમ પરત આપી નહોતી. આખરે પોતે સાયબર ઠગાઈનો ભોગ બન્યાની જાણ થતાં કવીતાબેને ભરૂચ સી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ભારતીય ન્યાય સંહિતા તેમજ આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનના આધારે વધુ તપાસ શરૂ કરી છે.


Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માસ ભરેલી રિક્ષા ને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ProudOfGujarat

ઉછીના નાણાં પરત નહી કરનારને સજાનો હુકમ કરતી ભરૂચ કોર્ટ.

ProudOfGujarat

કરજણ તાલુકાના માત્રોજ ગામના પાટિયા પાસેથી ગેરકાયદે દારૂની હેરાફેરી કરનાર એક ઇસમની પોલીસે ધરપકડ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!