Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્ટ્રીટ ડોગ્સ માટે હડકવા વિરોધી રસીકરણ કેમ્પ : કવિતાધામ સોસાયટી વિસ્તારમાં 30થી વધુ શ્વાનોને અપાયા એન્ટી રેબિઝ ઈન્જેક્શન

Share

 

ભરૂચ : શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી કવિતાધામ સોસાયટી તથા આસપાસના વિસ્તારોમાં મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા સ્ટ્રીટ ડોગ્સ માટે હડકવા વિરોધી રસીકરણ અભિયાન યોજાયું હતું. ટ્રસ્ટની સ્થાપક મધુ જૈનની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કેમ્પમાં અંદાજે 30થી 35 જેટલા રસ્તા પર રહેતા શ્વાનોને એન્ટી રેબિઝ વેક્સિન આપવામાં આવી હતી.

Advertisement

આ અભિયાનનો મુખ્ય હેતુ સ્ટ્રીટ ડોગ્સમાં ફેલાતા હડકવા જેવા જીવલેણ રોગને રોકવાનો તેમજ માનવ અને પશુ બંનેના આરોગ્યનું રક્ષણ કરવાનો હતો. કેમ્પ દરમિયાન જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક સ્વયંસેવકોએ ડોગ્સને પકડી રસીકરણ પ્રક્રિયામાં સહયોગ આપ્યો હતો.

મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમયાંતરે જીવદયા અને પશુ કલ્યાણને લગતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. ટ્રસ્ટના કાર્યકરોએ જણાવ્યું હતું કે, શહેરના વિવિધ વિસ્તારોમાં આવી કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે જેથી રખડતા શ્વાનોમાં રેબિઝના જોખમને ઓછું કરી શકાય.


Share

Related posts

ભરૂચના મુક્તિનગરમાં ગાયને પ્રસૂતિસંબંધિત તકલીફ, પ્રાણીપ્રેમીઓની સતર્કતાથી બચી જાન

ProudOfGujarat

144 મી જગન્નાથજી મંદિરની જળયાત્રાને મળી મંજૂરી, જાણો કેવી રીતે યોજાશે રથયાત્રા..!

ProudOfGujarat

आमिर खान बने दुनिया के सबसे बड़े सुपरस्टार!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!