Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના મુક્તિનગરમાં ગાયને પ્રસૂતિસંબંધિત તકલીફ, પ્રાણીપ્રેમીઓની સતર્કતાથી બચી જાન

Share

ભરૂચ શહેરના મુક્તિનગર વિસ્તારમાં એક ગાય ગર્ભાશયનો ભાગ બહાર આવી જવાના દુઃખાવાથી પીડાતી જોવા મળી હતી. આ અંગેની જાણ સ્થાનિક રહીશ કમલેશ ગોસ્વામીએ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના હિરેન શાહને કરી હતી.

માહિતી મળતા જ હિરેન શાહ તેમની ટીમના સભ્યો રમેશ દવે, યોગેશ મિસ્ત્રી, સંજય પટેલ અને જોગંત પટેલ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટીમે તાત્કાલિક ડૉક્ટરની મદદથી ગાયને પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી. પરંતુ ગાયની હાલતને ધ્યાનમાં રાખીને વધુ સારવારની જરૂર જણાતા, સાર્થક ફાઉન્ડેશનની એનિમલ એમ્બ્યુલન્સ મારફતે તેને કરજણ પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવી હતી.પ્રાણીપ્રેમી સંસ્થાઓ અને સ્થાનિક રહેવાસીઓની સમયસરની સતર્કતા અને માનવતાભર્યા પ્રયત્નો પ્રશંસનીય ગણાયા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ચાંચવેલ ગામ ખાતે સામાજીક પ્રસંગના જમણવારમાં ૧૫૦ થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા સારવાર હેઠળ ખસેડાયા.

ProudOfGujarat

ઝઘડીયાના રાજપારડી ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વીજ બિલ માફીની જાહેરાત છતાં વીજ કંપની ગ્રાહકોને રાહત આપતી નથી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!