Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં સી.એન.જી. ના પંપો બંધ રહ્યા રિક્ષાચાલકો તેમજ વાહન ચાલકોને પડી મુશ્કેલી

Share

ભરૂચ જીલ્લામાં આજરોજ સી.એન.જી.પંપો અગાઉ કરેક જાહેરાત મુજબ બંધ રહ્યા હતા જેના પગલે ભરુચ પંથકમાં ફરતી આશરે 2000 કરતાં વધુ રિક્ષા ચાલકોને બેરોજગારીનો સામનો કરવો પડયો હતો. સી.એન.જી. આધારિત રિક્ષા ચાલકો સી.એન.જી. ગેસ ન મળતા પોતાનો રોજનો ધંધો કરી શકયા ન હતા પરિણામે એક દિવસ રિક્ષાચાલકોને બેકારીનો સામનો કરવો પડયો હતો. ભરુચ જીલ્લામાં આવેલ સી.એન.જી. પંપના માલીકોના જણાવ્યા અનુસાર ગેસના વેચાણ ઉપર તેમનું કમિશન ઓછું હોવાના પગલે તેઓને હડતાળ પાડવાની ફરજ પડી હતી. સાથે જ ઘણા લાંબા સમયથી ગેસના કમિશનમાં વધારો કરવા અંગે સી.એન.જી. પંપના માલિકોએ દરખાસ્ત મૂકી હતી એટલું જ નહીં પરંતુ વારંવાર રજૂઆત પણ કરી હતી તેમ છતાં તેમની રજૂઆતને ધ્યાને લેવામાં ન આવતા આજરોજ ભરુચ જિલ્લાના સી.એન.જી. પંપના માલિકોએ એક દિવસ પંપ બંધ રાખી પ્રતિકાત્મક અસર પાડી હતી સાથે એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે જો આવનાર તા. 16 સુધી સી.એન.જી. ના કમિશન અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો અમુદ્દતની હડતાળ પાડવામાં આવશે એટલે કે સી.એન.જી. પંપો જ્યાં સુધી સમાધાન નહીં ત્યાં સુધી બંધ રાખવામા આવશે.

Advertisement

Share

Related posts

ભરુચ પંથકમાં બેવડી ઋતુને કારણે વાયરલ ઇન્ફેકશનનો કહેર વધ્યો..!

ProudOfGujarat

ભરૂચ જીલ્લાના રાજ્યસભા ના સાંસદ એહમદભાઈ પટેલની રાષ્ટ્રીય કોંગ્રેસ સમીતીમાં ખજાનચી તરીકે નિમણુંક થતા સર્વત્ર આનંદ અને ઉલ્લાસની લહેર

ProudOfGujarat

નડિયાદ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે ‘સાંસદ ખેલ સ્પર્ધા’ નો સમાપન સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!