Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સુરત LCBની મોટી કાર્યવાહી : પલસાણા નજીકથી વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપી પાડ્યું : નેશનલ હાઈવે પરથી ₹15.18 લાખનો મુદ્દામાલ કબજે; નડિયાદ પહોંચાડવાનો હતો જથ્થો

Share

 

સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે પ્રોહિબિશન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા પલસાણા પોલીસ મથક હદ વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલ અશોક લેલેન્ડ ટ્રક કન્ટેનર ઝડપી પાડ્યું છે. પોલીસે કુલ ₹15.18 લાખનો મુદ્દામાલ કબજે કરી કન્ટેનર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત રેન્જના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જિલ્લા એલસીબી તથા પેરોલ ફ્લાઈંગ સ્કવોડની ટીમો દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. તે દરમિયાન એલસીબીના PSI એચ.વી. મસાણીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલને ખાનગી બાતમી મળી હતી કે અશોક લેલેન્ડ ટ્રક કન્ટેનર નંબર GJ-15-AX-4157 માં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરી વલસાડ તરફથી નેશનલ હાઈવે નંબર-48 મારફતે વડોદરા તરફ લઈ જવાઈ રહ્યો છે.

બાતમીના આધારે એલસીબી અને પેરોલ ફ્લાઈંગ સ્કવોડની ટીમોએ પલસાણા નજીક તાંડી ગામ પાસે નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ કન્ટેનર પસાર થતાં તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવતા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસે કન્ટેનર ચાલક વિમલભાઈ ઇલેશભાઈ ઢોડીયા પટેલ (રહે. અંબાચ ગામ, તા. પારડી, જી. વલસાડ)ની અટકાયત કરી હતી. જ્યારે દારૂ ભરાવનાર, વાહન પહોંચાડનાર અને નડિયાદ ખાતે જથ્થો સ્વીકારનાર સહિત ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

કબજે કરાયેલા મુદ્દામાલમાં 4104 ટીન વિદેશી દારૂ કિંમત ₹5.13 લાખ, અશોક લેલેન્ડ ટ્રક કન્ટેનર કિંમત ₹10 લાખ, મોબાઈલ ફોન તથા રોકડ રકમનો સમાવેશ થાય છે. પોલીસે કુલ ₹15,18,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ સમગ્ર કાર્યવાહી સુરત ગ્રામ્ય એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. પાંચાણી, PSI એચ.વી. મસાણી તેમજ તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.


Share

Related posts

છોટાઉદેપુર : કવાંટ પોલીસે ધનીવાડા ચોકડી પાસેથી રૂ.૨.૯૪ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચની મહિલાના અશ્લીલ ફોટો તેમજ વીડિયો એડિટિંગ કરી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાની ધમકી આપતો વડોદરાનો ઈસમ ઝડપાયો

ProudOfGujarat

વાંકલ એન.ડી દેસાઈ હાઈસ્કૂલમાં ગણિત, વિજ્ઞાન,પર્યાવરણ પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!