Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં એક્ટિવ કેમિકલ્સના ભાગીદારના બંધ મકાનમાં તસ્કરોનો 4.82 લાખનો હાથફેરો 

Share

પરિવારજનો ઘરને તાળું મારી દ્વારકા દેવદર્શને ગયાં હતાં
ભરૂચ.
ભરૂચના ધર્મનગર ટાઉનશીપ ખાતે રહેતાં શૈલેષ બાલકૃષ્ણ શાહ ઝઘડિયા જીઆઇડીસમાં આવેલી એક્ટિવ કેમિકલ્સ કંપનીમાં ભાગીદાર છે. ગત 4 ડિસેમ્બરના રોજ તેઓ તેમની પત્ની તેમજ અન્ય સગાસંબંધીઓ નંદ ટ્રાવેલ્સમાં દ્વારકા ખાતે દર્શન કરવા માટે ગયાં હતાં. ધાર્મિક પ્રવાસ કરીને તેઓ સવારના આઠેક વાગ્યે ઘરે પરત આવ્યાં હતાં. તેમણે ઘરે દરવાજો ખોલવા જતાં તેમના મેઇન દરવાજાનો નકુચો કાપેલી હાલમાં જણાયો હતો. તેમજ તાળું જણાયું નથી. દરવાજો ખુલ્લો હોઇ તેઓએ ઘરમાં જઇ જોતાં તેમના ઘરમાં તમામ સામાન વેરવિખેર પડેલો જણાયો હતો. તેમણે ઘરમાં તમામ સામાનની ચકાસણી કરતાં તસ્કરોએ તેમના ઘરમાંથી 4.82 લાખની મત્તાના સોનાના દાગીના ચોરી થયાં હોવાનું માલુમ પડયું હતું. બનાવને પગલે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાલીમાર્થી બહેનોને સર્ટીફિકેટ, ગિફ્ટ વિતરણ કરાયું

ProudOfGujarat

ભરૂચ લાયન્સ ક્લબ દ્વારા શહીદોના પરિવારજનો માટે આર્થિક સહાયનો ચેક ભરૂચના કલેકટરશ્રીને અર્પણ કરાયો…

ProudOfGujarat

માંગરોળ ની આજુબાજુ શેરડી કાપતા મજૂરો ને ફૂડ પેકેટ નુ વિતરણ થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!