Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાનની પૂર્વતૈયારી તેજ, સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઈ

Share

 

ભારત સરકાર અને ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ આગામી તા. 28 જૂન 2026ના રોજ યોજાનાર રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાનને સફળ બનાવવા માટે ભરૂચ જિલ્લામાં પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લાના 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોની રસી આપીને 100 ટકા રસીકરણ સુનિશ્ચિત કરવાનો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.

Advertisement

આ અભિયાનની તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઈ હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા પલ્સ પોલિયો અભિયાનના સભ્ય સચિવના સંકલન હેઠળ યોજાયેલી બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વધુમાં વધુ રસીકરણ બૂથ ઉભા કરવા, કોઈપણ બાળક રસીકરણથી વંચિત ન રહી જાય તે માટે માઇક્રોપ્લાનિંગ કરવા તથા ટીમોની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પોલિયો રસીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે કોલ્ડ ચેઈન વ્યવસ્થા, રસીનો પૂરતો જથ્થો, ટીમોને સમયસર રસી અને સામગ્રી પહોંચાડવા માટે વાહન વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી જરૂરી આયોજન નક્કી કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ (TDO) તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઓનલાઈન વીડિયો કોન્ફરન્સ મારફતે જોડાયા હતા અને અભિયાનને સફળ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અભિયાનને સો ટકા સફળ બનાવવા માટે તમામ સ્તરે સજ્જતા દાખવવામાં આવી રહી હોવાનું બેઠકમાં જણાવાયું હતું.


Share

Related posts

નેત્રંગ : કાંટીપાડાથી વડપાન ગામ સુધીનો ૩ કિમી રસ્તો આઝાદીના ૭૩ વર્ષથી બન્યો નથી.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ હાઇસ્કુલ SPC‌ ના વિદ્યાર્થીઓએ કોર્ટ અને પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી

ProudOfGujarat

અમદાવાદમાં વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!