Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જંબુસર ચોકડી બ્રિજ મુદ્દે કોંગ્રેસનો વિરોધ ઉગ્ર, પોલીસ સાથે ઘર્ષણ બાદ આગેવાનોની અટકાયત

Share

 

ભરૂચમાં GSRDC દ્વારા બનાવવામાં આવેલા જંબુસર ચોકડી ઉપરના બ્રિજના નિર્માણને વર્ષો વીતી ગયા હોવા છતાં સર્વિસ રોડની કામગીરી આજે પણ અધૂરી રહેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

બ્રિજના સર્વિસ રોડ પર સ્ટ્રીટ લાઇટની સુવિધાનો પણ અભાવ હોવાથી ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો દ્વારા ભૂતકાળમાં અસંખ્ય રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઇ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ મુદ્દે ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પરંતુ કોંગ્રેસના કાર્યકરો વિરોધ માટે આગળ વધતા પહેલા જ પોલીસનો કાફલો તેમને રોકવા માટે પહોંચી ગયો હતો. દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

કોંગ્રેસના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે “પોલીસ પ્રજાની મિત્ર” હોવાનો સૂત્ર હવે માત્ર નામ પૂરતો રહી ગયો છે અને પોલીસ પ્રજાની સમસ્યાઓ ઉકેલવા બદલે સરકારનો હાથો બની વિરોધ દબાવવાનો પ્રયાસ કરી રહી છે.

પરિસ્થિતિ વધુ ઉગ્ર બનતા પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી કાયદો અને વ્યવસ્થા જાળવવા કાર્યવાહી હાથ ધરી હતી.


Share

Related posts

લીંબડીમાં વેલેન્ટાઈન ડે ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે ઝંખવાવ સરકારી હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ નો કાર્યક્મ યોજાયો

ProudOfGujarat

રાજપીપળા : ટી.વાય બી.કોમમાં અભ્યાસ કરતા આશાસ્પદ યુવાન વિદ્યાર્થીનું નામ ઓનલાઇન રિઝલ્ટમાં પણ નહીં આવતાં યુવકે કેનાલમાં ભૂસકો મારી આત્મહત્યા કરતાં ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!