Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

“ફિટ રહો, હિટ રહો”ના સંદેશ સાથે EPFO ભરૂચની સાયકલ રેલી : ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત અધિકારીઓ-કર્મચારીઓએ આપ્યો સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ

Share

 

ભરૂચ :

Advertisement

દેશવ્યાપી ફિટ ઈન્ડિયા મૂવમેન્ટને વધુ ગતિ આપવા અને લોકોને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરવા માટે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) પ્રાદેશિક કચેરી, ભરૂચ દ્વારા રવિવારે ઉત્સાહભેર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. “ફિટ રહો, હિટ રહો”ના સંદેશ સાથે યોજાયેલી આ રેલીમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ઉમંગભેર ભાગ લઈ આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

સાયકલ રેલીનું નેતૃત્વ પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર-I શ્રી પરિપૂરન નાથ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર શ્રી શશાંક જયસ્વાલ, સહાયક ભવિષ્ય નિધિ કમિશનર શ્રી અખિલેશ શર્મા સહિત EPFOના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

રેલી દરમિયાન સહભાગીઓએ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટના ઉદ્દેશોને સમર્થન આપતાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સાયકલિંગ દ્વારા ફિટનેસનો સંદેશ આપતાં કર્મચારીઓએ નિયમિત વ્યાયામ, સક્રિય જીવન અને આરોગ્ય જાળવવાના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે આજના ભાગદોડભર્યા જીવનમાં લોકો આરોગ્ય પ્રત્યે બેદરકાર બની રહ્યા છે, જેના કારણે વિવિધ જીવનશૈલીજન્ય બીમારીઓમાં વધારો થઈ રહ્યો છે. આવા સમયમાં યોગ, વ્યાયામ અને સાયકલિંગ જેવી પ્રવૃત્તિઓ સ્વસ્થ જીવન માટે અત્યંત જરૂરી બની ગઈ છે. ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ માત્ર અભિયાન નહીં પરંતુ સ્વસ્થ અને સશક્ત ભારતના નિર્માણ તરફનું મહત્વપૂર્ણ પગલું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

EPFO ભરૂચ દ્વારા આયોજિત આ સાયકલ રેલી સમગ્ર સ્ટાફની સક્રિય ભાગીદારી સાથે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. કાર્યક્રમ દ્વારા કર્મચારીઓમાં ફિટનેસ પ્રત્યે નવી ઉર્જા અને જાગૃતિનો સંદેશ પ્રસર્યો હતો.


Share

Related posts

ભરૂચ લોકસભા નો જંગ,છ ટર્મ ના સાંસદ ની સંપત્તિ માં આવ્યો ઉંછાળો,જાણો કેટલી સંપતી છૅ મનસુખ વસાવા પાસે

ProudOfGujarat

નેત્રંગ : કેલ્વીકુવા ગામના બે ખેડુતની નવ એકર શેરડી સળગાવી અજાણ્યા ઇસમો ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી.

ProudOfGujarat

નડિયાદમાં સંત કવરરામ સાહેબની ૮૩ મી વર્ષી મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!