Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અકસ્માતમાં મોતને ભેટેલા પોલીસકર્મીના પરિવારને ₹1.08 કરોડનો ક્લેમ અર્પણ : ભરૂચ SP અક્ષય રાજના હસ્તે એક્સિસ બેંક દ્વારા સહાય ચેક અપાયો

Share

 

ભરૂચ જિલ્લામાં અંક્લેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસકર્મી જયદેવભાઈ ડાભીનું અકસ્માતમાં દુઃખદ અવસાન થતાં તેમના પરિવારને એક્સિસ બેંક દ્વારા ₹1.08 કરોડનો ક્લેમ અર્પણ કરવામાં આવ્યો હતો.

Advertisement

મળતી માહિતી મુજબ, એક્સિસ બેંક સાથે થયેલા MOU તથા પોલીસ સેલરી એકાઉન્ટ યોજના અંતર્ગત દુર્ઘટનામાં અવસાન પામેલા કર્મચારીના પરિવારને આર્થિક સહાયરૂપ થવા ક્લેમ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બેંક દ્વારા કુલ ₹1.08 કરોડનો ક્લેમ મંજૂર કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજના હસ્તે મૃતક પોલીસકર્મીના પરિવારને ચેક અર્પણ કરી સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી.

આ પ્રસંગે એક્સિસ બેંકના ક્લસ્ટર હેડ નવીન પરીખ, એરિયા હેડ સેલરી દીપક સોની, ગવર્નમેન્ટ કવરેજ આરએમ પ્રણવ શાહ, બ્રાન્ચ હેડ વિવેક નેગાની, સેલરી હેડ હાર્દિક પટેલ તથા પાર્થિવ પટેલ સહિત બેંક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

ભરૂચ SP અક્ષય રાજે દુઃખની ઘડીમાં એક્સિસ બેંક દ્વારા ઝડપી રીતે ક્લેમ પ્રક્રિયા પૂર્ણ કરી પરિવારને સહાય પહોંચાડવા બદલ બેંકની કામગીરીની પ્રશંસા કરી હતી.


Share

Related posts

અંકલેશ્વર ખાતે UPL યુનિવર્સિટીનો વાર્ષિક મહોત્સવની ઉજવણી સંપન્ન કરાઇ.

ProudOfGujarat

સની દેઓલ પોતાની અપકમિંગ ફિલ્મમાં મહારાણા પ્રતાપની ભૂમિકા નિભાવશે

ProudOfGujarat

‘કેપ્ટન કૂલ’ M.S.DHONI નવા લુકમાં જોવા મળ્યો: સોશિયલ મીડિયા પર તસવીરો થઈ વાઇરલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!