Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલેજ નજીક દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ટાઇલ્સ ભરેલા ટ્રેલરમાં આગ, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ જિલ્લાના પાલેજ નજીક દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર બુધવારે વહેલી સવારે એક 18 વ્હીલર ટ્રેલરમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર કંટ્રોલ રૂમને સવારે આશરે 1:00 વાગ્યે થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમોને સ્થળ પર રવાના કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, GJ-36-V-4725 નંબરનો ટ્રેલર મોરબી, ગુજરાતથી ઓડિશા તરફ ટાઇલ્સનો માલ લઈને જઈ રહ્યો હતો. ટ્રેલરનું સંચાલન બબા રોડ લાઇન (BABA ROAD LINE) દ્વારા કરવામાં આવતું હતું. ટ્રેલરના માલિક અનવરભાઈ હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે વાહન પપ્પુભાઈ ચલાવી રહ્યા હતા.

પાલેજ નજીક દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલરમાં અચાનક આગ ભભૂકી ઊઠતા ડ્રાઈવરે તાત્કાલિક વાહનને સલામત સ્થળે ઉભું રાખી ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ફાયર વિભાગ દ્વારા બે ફાયર ટેન્ડર, એક ફોમ ટેન્ડર અને બે વોટર બાઉઝર સ્થળ પર મોકલવામાં આવ્યા હતા.

ફાયર કર્મચારીઓએ આગને વધુ ફેલાતી અટકાવવા ઝડપી કામગીરી હાથ ધરી હતી. આગ પર કાબૂ મેળવવા માટે અંદાજે 30 કિલોલિટર પાણી તેમજ 150 લિટર ફોમ કોન્સન્ટ્રેટ (6 બેરલ)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી. જોકે ટ્રેલરના કેટલાક ભાગોને તેમજ તેમાં ભરેલા ટાઇલ્સના માલને નુકસાન પહોંચ્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને ફાયર વિભાગ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

શ્રી વિશ્વકર્મા જયંતિની ભરૂચમાં ઉજવણી: શાંતિ યજ્ઞ, શોભાયાત્રા, આરતી, મહાપ્રસાદીનું વિશેષ આયોજન

ProudOfGujarat

ભરૂચ ખાતે યોજાનાર લોક રક્ષક દળની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા ના નવાગામ કરારવેલ ખાતે થી વિદેશી દારૂ ના હજારો ના મુદ્દામાલ ને રૂરલ પોલીસે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!