Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં હોટલ ચેકિંગ દરમિયાન ‘પથિક’ સોફ્ટવેરના નિયમ ભંગનો પર્દાફાશ, ડોર્મેટરી સંચાલક સામે ફરિયાદ

Share

 

ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ અસામાજિક તત્વો પર નજર રાખવા માટે ભરૂચ એસઓજી દ્વારા શહેર વિસ્તારમાં હોટલ, લોજ, ગેસ્ટહાઉસ અને ડોર્મેટરીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભરૂચ સિટી સેન્ટર સામે આવેલી બેડ બ્રેડ ડોર્મેટરીમાં ‘પથિક’ સોફ્ટવેર સંબંધિત નિયમોના ભંગનો મામલો સામે આવ્યો છે.

Advertisement

ફરિયાદ મુજબ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એસ. સેલાણા અને એસઓજી સ્ટાફ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોટલ ચેકિંગ માટે નીકળ્યા હતા. ચેકિંગ દરમિયાન તેઓ સિટી સેન્ટર સામે આવેલી બેડ બ્રેડ ડોર્મેટરીમાં પહોંચ્યા હતા, જ્યાં રિસેપ્શન કાઉન્ટર પર હાજર ઇસમ સમસુદ્દીન બી.કે. (મૂળ વતન કેરળ) ની પૂછપરછ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ડોર્મેટરીમાં ઉતારૂઓની નોંધ માટે રજીસ્ટર તો નિયમ મુજબ જાળવવામાં આવ્યું હતું. રજીસ્ટરમાં તા. 01/04/2026 થી 10/06/2026 દરમિયાન કુલ 1025 ગ્રાહકોની નોંધ કરવામાં આવી હતી. જોકે પોલીસ વિભાગ દ્વારા ફરજિયાત કરાયેલા ‘પથિક’ સોફ્ટવેરમાં આ ગ્રાહકોના આઈડી પ્રૂફ અપલોડ કરવામાં આવ્યા નહોતા.

પોલીસના જણાવ્યા મુજબ, અગાઉ અનેક વખત સૂચનાઓ આપ્યા બાદ પણ સોફ્ટવેરમાં સંપૂર્ણ માહિતી અપલોડ કરવામાં બેદરકારી દાખવવામાં આવી હતી. જેના કારણે જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ દ્વારા તા. 26/05/2022 ના જાહેરનામા હેઠળ નક્કી કરાયેલા નિયમોનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે.

આ મામલે સમસુદ્દીન બી.કે. વિરુદ્ધ ગુજરાત પોલીસ એક્ટની કલમ 131 હેઠળ કાયદેસરની ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા હોટલ અને ગેસ્ટહાઉસ સંચાલકોને પથિક સોફ્ટવેરમાં તમામ ઉતારૂઓની વિગત અને ઓળખપત્ર અપલોડ કરવા ફરી સૂચના આપવામાં આવી છે.


Share

Related posts

જ્યોતિ સક્સેનાએ પ્રાણીઓ પર થતી ક્રૂરતા પર અવાજ ઉઠાવ્યો, કહ્યું “જનાવરને સમાન અધિકારો મળવા જોઈએ”

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે વાલિયા પણસોલી ગામના બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

ઝઘડીયા પોલીસ દ્વારા માસ્ક નહિ પહેરનાર પાસે દંડ વસુલ કરી ત્યારબાદ માસ્ક આપી ઝઘડીયા પોલીસની સરાહનીય કામગીરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!