Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી ખાતે ‘યોગ દિવસ’ અને ‘સંગીત દિવસ’નો ત્રિવેણી સંગમ

Share

 

વાંકલ :

Advertisement

ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી ખાતે 21 જૂનના રોજ 12મા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તથા ‘વિશ્વ સંગીત દિવસ’ની સંયુક્ત ઉજવણી ભારે ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમ વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમાં ધોરણ 1 થી 12ના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

શાળાના પ્રાર્થના સભાખંડમાં ભારત સરકારના સત્તાવાર પ્રોટોકોલ મુજબ વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓની એકાગ્રતા વધારવા માટે શાળાની વિશેષ પ્રવૃત્તિ ‘હાર્ટફૂલનેસ રીલેક્સેશન’ કરાવવામાં આવી હતી. ત્યારબાદ સંગીતના મધુર તાલ સાથે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક યોગાસનો કરીને દિવસની અનોખી ઉજવણી કરી હતી.

‘વિશ્વ સંગીત દિવસ’ નિમિત્તે શાળાના સંગીત શિક્ષક તથા વિદ્યાર્થીઓ દ્વારા મધુર ગીતોની રજૂઆત કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ આનંદમય અને પ્રફુલ્લિત બની ગયું હતું. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, એક જ દિવસે યોગની ઊર્જા અને સંગીતની મધુરતાનો અનોખો સંગમ અનુભવવો તેમના માટે યાદગાર રહ્યો.

આ પ્રસંગે આચાર્ય વૈભવ અગ્રવાલે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, “શારીરિક તેમજ માનસિક સ્વસ્થતા માટે દરેક બાળકોએ નિયમિત રીતે વહેલી સવારે યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ.” તેમણે ઉમેર્યું કે આવા સહ-અભ્યાસિક કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની ગૌરવપૂર્ણ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.


Share

Related posts

આદિવાસી મસીહા છોટુભાઈ વસાવા પોતે કિંગ કે કિંગમેકરની ભૂમિકા ભજવશે ? જાણો ભરૂચ લોકસભાનું હાલનું રાજકીય ચિત્ર…

ProudOfGujarat

પંચમહાલ : મોરવા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાએ ત્રણ કૃત્રિમ કુંડોમાં પાંચ નદીઓના પવિત્ર જળથી કરાવ્યું વધામણું : ધારાસભ્યના હસ્તે ગણેશ વિસર્જન વિધિ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!