Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં પાલનપુર વિસ્તારમાં બે બાળકો સહિત 7 સભ્યોનો સામૂહિક આપઘાત

Share

સુરતના અડાજણમાં આવેલા પાલનપુર પાટિયા વિસ્તારમાં સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં પરિવારની સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં પતિ, પત્ની, માતા, પિતા, બે બાળક અને એક બાળકી સહિત પરિવારના 7 લોકોએ આપઘાત કર્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, પરિવારના 6 લોકોએ ઝેરી દવા ગટગટાવી અને એક વ્યક્તિએ ગળેફાંસો ખાધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ બનાવના પગલે પોલીસ અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે સાથે પોલીસકર્મીઓ દ્વારા આસપાસમાં રહેતા લોકોની અને પરિવારજનો પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે, આર્થિક સંકડામણમાં સામૂહિક આત્મહત્યા કર્યાનું પ્રાથમિક તારણ છે. જોકે ઘરના વડીલે ઘરના સભ્યોને દવા પિવડાવી અને પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

Share

Related posts

મીરાં નગર નજીક અજાણી યુવતીની લાશ મળી આવતા સનસનાટી

ProudOfGujarat

ભરૂચ :15 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ભરૂચ બ્રાન્ચના સ્ટુડન્ટ એસોસિએશનને સેકન્ડ બેસ્ટ બ્રાન્ચનો એવોર્ડ એનાયત કરાયો.

ProudOfGujarat

સુરત : મારામારીના ગંભીર ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!