Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પગુથણ ગામની સીમમાં અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં યુવાનનો મૃતદેહ મળ્યો : ભરૂચ તાલુકા પોલીસની ટીમે સ્થળ પર દોડી આવી તપાસ શરૂ કરી

Share

 

ભરૂચ

Advertisement

ભરૂચ તાલુકામાં આવેલાં પગુથણ ગામ પાસેથી પસાર થતી અમલેશ્વર બાન્ય કેનાલમાં એક યુવાનનો મૃતદેહ તણાતો નજરે પડતાં ગામના લોકો સ્થળ પર દોડી આવ્યાં હતાં. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસનો કાફલો પણ તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે તરવૈયાઓની મદદથી યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. જોકે, મૃતકની કોઈ ઓળખ થઈ શકી ન હતી. પોલીસે મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. પ્રાથમિક તબક્કે પોલીસે અજાણ્યા વ્યક્તિનું આકસ્મિક મોત થયા બાબતની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. મૃતકની ઓળખ કરવા માટે ટીમે બ્રાન્ચ કેનાલની આસપાસના ઉપરવાસના ગામોમાં તપાસ હાથ ધરી હતી. યુવાનનું મૃત્યુ આકસ્મિક ડુબી જવાથી થયું હતુ કે અન્ય કોઈ કારણસર થયું હતું કે પછી હોઈએ હત્યા કરી ફેંકી દીધો હોવાની શક્યતાઓ વચ્ચે ટીમે તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે.


Share

Related posts

માંગરોળ : ખરેડા નાનીફળી ધોળીકોઈ ભીલવાડા મોટીફળી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પેજ કમિટીની બેઠક યોજાઈ.

ProudOfGujarat

પ્લેસ્ટોર કે એપસ્ટોર નહી, હવે Facebook પરથી ડાઉનલોડ કરી શકાશે એપ્સ

ProudOfGujarat

ભરૂચ શહેરમાં ૧૨ મી ફેબ્રુઆરીથી ૧૬મી ફેબ્રુઆરી સુધી ૨ લાખ લોકોને એક ટાઈમનો પાણી કાપ વેઠવો પડશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!