Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ટેટની પરીક્ષાથી ચાલુ શિક્ષકોની સેવા, બઢતી તેમજ નિવૃત્તીના લાભોને અસર થવાની ભિતી : ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘનું કલેક્ટરને આવેદન પત્ર

Share

 

1 ભરૂચ !

Advertisement

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંધ દ્વારા શિક્ષક પત્રતા કસોટી (TET)ના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી કેન્દ્ર સરકાર સમક્ષ યોગ્ય નીતિગત હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી હતી.

શિક્ષક સંથે દ્વારા આપવામાં આવેલાં આવેદન પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, સુપ્રિપ કોર્ટના ૨૩મી મે ૨૦૨૬ના ચૂકાદા મુજબ સેવામાં રહેલાં શિક્ષકોને ૩૧મી ઓગષ્ટ ૨૦૨૮ સુધીમાં ટેટની લાયકાત મેળવવાની રહેશે. જોકે, આ હુકમને લઈને શિક્ષકોમાં ચિંતા અને અસંતોષ ફે લાયો છે. સંઘના આગેવાનોએ જણાવ્યું હતું કે, ટેટ અને શિક્ષણનો અધિકાર અધિનિયમ અમલમાં આવ્યા પહેલાં થયેલા હજાર અનુભવી શિક્ષકો પર પાછલી તારીખથી નવી લાવકાની શરતો લાગુ થવી અન્યાય સમાન છે. દાયકાઓથી સંતોષકારક સેવા આપતાં શિક્ષકોને સવા સુરક્ષા, બઢતી અને નિવૃત્તિ લાભો અંગે અનિચ્છિતતાનો સામનો કરવો પડી રહ્યો હોવાનું આવેદનમાં ઉલ્લેખ કરાયો હતો.

ઓલ ઈન્ડિયા પ્રાઈમરી ટીચર્સ ફેડરેશન તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંથના માધ્યમથી શિક્ષક સંગઠનોએ કેન્દ્ર સરકારને શિક્ષક સંગઠનો, રાજ્ય સરકારો અને શિક્ષતિક નિષ્ણાંતો સાથે ચર્ચા કરી સેવામાં રહેલાં શિક્ષકો માટે છૂટછાટ અથવા વૈકલ્પિક મુલ્યાંકન પદ્ધતિ અંગે વિચારણા કરવા વિનંતી કરવામાં આવી હતી. સોથ સાથે કોઈ પણ શિક્ષકને પાછલી લાયકાતની શરતોના આધારે સેવા, બઢતી કે નિવૃત્તિ લાભોથી વંચિત ન રાખવા અને રાષ્ટ્રીય સ્તરે શિક્ષક સંગઠતો સાથે તાત્કાલિક બેઠક બોલાવી સર્વસંમતિથી ઉકેલ લાવવાની માગ ઉઠાવવામાં આવી હતી. આ આવેદનપત્રમાં મોટી સંખ્યા શિક્ષક સંઘના આગેવાનો અને સભ્યો હાજર રહ્યાં હતાં.


Share

Related posts

ભરૂચમાં બુટલેગરોએ ફરી માથું ઉચકયું, અંબિકા નગર વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ.

ProudOfGujarat

ભરૂચમાં ગણેશ વિસર્જન માટે બે કૃત્રિમ કુંડ તૈયાર કરાયા

ProudOfGujarat

જંગલ સફારીના સુરક્ષા જવાને રાજકોટના પ્રવાસીને રૂ. ૨ લાખની કિંમતના સોનાના દાગીના ભરેલ પાકીટ પરત કરી દર્શાવી પ્રમાણિકતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!