Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જબરદસ્ત રસાકસી: 348 બેઠકો માટે 1219 ઉમેદવારો મેદાનમાં

Share

સ્થાનિક ચૂંટણીમાં બહુ-કોણીય જંગ: ભાજપ પ્રતિષ્ઠા, કોંગ્રેસ અસ્તિત્વ, AAP માટે તક
ભરૂચ :
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ 348 બેઠકો માટે 1219 ઉમેદવારો મેદાનમાં ઉતરતા ચૂંટણી જંગ અત્યંત રસપ્રદ અને બહુ-કોણીય બની રહ્યો છે. ભાજપ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની છે, જ્યારે કોંગ્રેસ માટે અસ્તિત્વ જાળવવાની લડાઈ સમાન છે. આમ આદમી પાર્ટી (AAP) માટે તક અને બાપ (BAP) માટે નવી ઓળખ ઉભી કરવાની તક તરીકે આ ચૂંટણી જોવામાં આવી રહી છે. સાથે AIMIM, સપા, NCP અને અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં હોવાથી મતવિભાગની શક્યતા વધી છે.
જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે કુલ 153 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના 48, કોંગ્રેસના 50, આપના 31, બાપના 7 અને 17 અપક્ષ ઉમેદવારો છે. કેટલીક બેઠકો પર પાંચ પાંખીયો જંગ જોવા મળી રહ્યો છે.
તાલુકા પંચાયતની 182 બેઠકો માટે 462 ઉમેદવારો વચ્ચે ટક્કર છે. આમોદ તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 62 ઉમેદવારો મેદાનમાં છે. અંકલેશ્વર તાલુકા પંચાયતની 26 બેઠકો માટે 67 ઉમેદવારો, ભરૂચ તાલુકા પંચાયતની 30 બેઠકો માટે 93 ઉમેદવારો, હાંસોટ તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 45 ઉમેદવારો છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. જંબુસર તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 77 ઉમેદવારો, ઝઘડિયા તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 95 ઉમેદવારો, નેત્રંગ તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 63 ઉમેદવારો, વાગરા તાલુકા પંચાયતની 18 બેઠકો માટે 65 ઉમેદવારો અને વાલિયા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 75 ઉમેદવારો મેદાનમાં છે.
નગરપાલિકાની 132 બેઠકો માટે કુલ 419 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે. ભરૂચ નગરપાલિકાની 44 બેઠકો માટે સૌથી વધુ 134 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 44, કોંગ્રેસના 52, આપના 24, AIMIMના 14 અને એક અપક્ષ ઉમેદવાર છે. અંકલેશ્વર નગરપાલિકાની 36 બેઠકો માટે 107 ઉમેદવારો, જંબુસર નગરપાલિકાની 28 બેઠકો માટે 100 ઉમેદવારો અને આમોદ નગરપાલિકાની 24 બેઠકો માટે 75 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે.
આ ચૂંટણીમાં બહુ-પક્ષીય મુકાબલા અને અપક્ષ ઉમેદવારોના પ્રવેશને કારણે અનેક બેઠકો પર ત્રિકોણીય અને પંચકોણીય જંગ સર્જાયો છે. પરિણામે મતવિભાગ થવાની સંભાવના છે, જે ચૂંટણીના પરિણામોને અસર કરી શકે છે. કુલ મળીને ભરૂચ જિલ્લામાં આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અત્યંત રસપ્રદ અને કટોકટીપૂર્ણ બની રહી છે.

Share

Related posts

સુરત ખાતે દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજનો પાંચમો સમૂહલગ્નોત્સવ યોજાશે.

ProudOfGujarat

વડોદરાના બરાનપૂરા વિસ્તારમાં અંજુ માસીબાના અખાડા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સીની કેમેટ વેટસ એન્ડ ફલો પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં સીસીટીવી કેમેરાનું વાયરિંગ કરી રહેલા ઈલેક્ટ્રીશયનને વીજ કરંટ લાગતા તેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!