Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર શહેર A ડોવીઝન પોલીસ સ્ટેશન ખાતે તાજીયા આયોજકો તથા શાંતિ સમિતિ ના સભ્યો ની મિટિંગ યોજાઈ

Share

 

અંકલેશ્વર શહેર A ડોવીઝન પોલીસ સ્ટેશન ખાતે તાજીયા આયોજકો તથા શાંતિ સમિતિ ના સભ્યો ની મિટિંગ વિભાગીય પોલીસવડા શ્રી ડો ઓઝા સાહેબ તથા પીઆઇ શ્રી પી જી ચાવડા સાહેબ ની અધ્યક્ષતા માં યોજાઈ હતી, જેમાં આવનાર તહેવાર મુહર્રમ ના જુલુસ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા થઇ હતી અને જુલુસ માં પડતી અગવડોનું કેમ નિકાલ કરી શકાય એવા સૂચનો થયા હતા, તાજીયા કમિટીના સેક્રેટરી વસીમ ફડવાલાએ જણાવ્યું હતું કે શહેર માં કુલ 16 મોટા અને બીજા નાના માનતા ના તાજીયા નીકળશે જે શહેર ના સર્વોદય નગર થી પિરામણ નાકા, સેલારવાડ થી પિરામણ નાકા, તાડ ફળિયા થી પિરામણ નાકા અને સ્ટેશન થી પિરામણ નાકા એમ કરીને દરેક વિસ્તારના તાજિયાઓ પોતાના નિર્ધારિત રૂટ પરથી પસાર થઈને અંકલેશ્વર ના પિરામણ નાકા પાસે ભેગા થશે અને ત્યાંથી તમામ તાજિયાને ધાર્મિક વિધિ અનુસાર ઠંડા કરી પોતપોતાના વિસ્તાની બેઠકો પર પરત લઇ જવાશે, તાજીયા કમિટી એ આ વર્ષે યુવાનો માં જાગૃતિ લાવવા વ્યસન મુક્તિ, ડ્રગ્સ મુક્તિ, સ્વછતા, પાણી બચાવો જેવી જનજાગૃતિ ના સ્લોગન ના બેનરો લગાવી સમાજ માં જાગૃતિ લાવવા પ્રયાસો કરાશે, તહેવાર કોમી એખલાશ ના વાતાવરણ માં શાંતિ થી ઉજવાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ હેતુ થી આ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું, તાજીયા કમિટી પ્રમુખ બક્કો પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, હરીશ પપુષ્કર્ણા, ગ્યાસુદ્દીન સૈયેદ, સાકીર મલેક, સમીર પઠાણ, અમન પઠાણ હારુન મલેક, લાલા ઘંટીવાલા, કૌસર કુરેશી, તથા મોટી સંખ્યા માં તાજીયા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે દીકરીઓને સ્વ- બચાવની તાલીમ અપાઈ.

ProudOfGujarat

ઝાડેશ્વર ની મહિલા ને દુષ્પ્રેરણા ના ગુના માટે પ્રેરિત કરનારા સામે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ દ્વારા કલેક્ટર ભરૂચ પાસે 30 દિવસમાં રિપોર્ટ માંગવામાં આવ્યો.

ProudOfGujarat

આણંદ જિલ્લામાં કરાઈ આર.ટી.આઈ…..જાણો કેટલી ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!