Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં થેલેસેમિયા મેજર બાળકો માટે ફ્રી HLA ટેસ્ટ કેમ્પ યોજાયો : રોટરી કોમ્યુનિટી કોર્પ્સ ભરૂચ સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન, થેલેસેમિક ગુજરાત તથા જલારામ હેલ્થકેર મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે કેમ્પનું આયોજન

Share

 

ભરૂચ :

Advertisement

રોટરી કોમ્યુનિટી કોર્પ્સ ભરૂચ સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન, થેલેસેમિક ગુજરાત તથા જલારામ હેલ્થકેર મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયા મેજર બાળકો માટે ફ્રી HLA ટેસ્ટ તેમજ માર્ગદર્શન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

કેમ્પ દરમિયાન થેલેસેમિયા મેજરથી પીડિત બાળકો માટે નિઃશુલ્ક HLA ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સાથે સાથે નિષ્ણાત ડોક્ટરો અને આરોગ્ય નિષ્ણાતો દ્વારા થેલેસેમિયા રોગ, તેની સારવાર અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી અદ્યતન સારવાર પદ્ધતિઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કેમ્પમાં મોટી સંખ્યામાં બાળકો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. વાલીઓને રોગ અંગે જાગૃતિ લાવવા, સમયસર નિદાન અને યોગ્ય સારવારના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે HLA ટેસ્ટ થેલેસેમિયા દર્દીઓ માટે યોગ્ય ડોનર શોધવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે અને ભવિષ્યમાં સારવાર માટે ઉપયોગી બને છે.

આ સેવા યજ્ઞ દ્વારા સમાજમાં થેલેસેમિયા અંગે જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આયોજક સંસ્થાઓએ આરોગ્ય ક્ષેત્રે આવી સેવાકીય પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.


Share

Related posts

રાજપીપળા : પોસ્કોના કેસમાં આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા મળતા આરોપી થયો ફરાર.

ProudOfGujarat

પાલેજના ચિશ્તીયા નગર સ્થિત દરગાહ શરીફ પર ગરીબ નવાઝના ઉર્સ શરીફની ઉજવણી

ProudOfGujarat

ભરૂચ જિલ્લામા ટેકાના ભાવથી તુવેરની ખરીદી કરવા બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતીએ પાઠવેલ આવેદન પત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!