Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નીટ પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ :  ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા છાત્ર ગુંજ હેઠળ પત્રકાર પરિષદનું આયોજન

Share

 

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા છાત્ર ગૂંજ હેઠળ પત્રકાર પરિષદ નીટ પેપર લીક મામલે ભાજપ સરકારનો ઉઘાડો લેવાયો હતો.

Advertisement

ભરૂચ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મનહર પટેલની ઉપસ્થિતીમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે છાત્ર ગુંજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફરી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરાઈ હતી. આગામી દિવસોમાં રાહુલ ગાંધીના વડપણમાં સમગ્ર ગુજરાતમાં છાત્ર ગુંજ અભિયાન ચલાવી ભાજપ સરકાર અને તેની પેપર લીક સિસ્ટમને ઉખાડી નાંખવામાં આવશે. તેમ તેમણે

જણાવ્યું હતું પત્રકાર પરિષદમાં કવિઠામાં એક પરિવારે ભષ્ટાચાર સામે ઉઠાવેલાં અવાજમાં ગામ બહિષ્કારના તઘલખી તાનાશાહી ફરમાનને જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ વખોડી નાંખ્યું હતું. સાથે જ કોંગ્રેસ આ મુદ્દે પણ લડત ચલાવશે તેમ તેમણે ઉમેર્યું હતું. જિલ્લા કોંગ્રેસની પત્રકાર પરીષદમાં શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પ્રવક્તા નાઝુ ફડવાલા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.


Share

Related posts

ભરૂચની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસને નાથવા આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો જેમાં વિદેશ પ્રવાસે ગયેલ એક દંપતિને ઓબ્જર્વેશન માટે રખાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ProudOfGujarat

અંકલેશ્વરનાં જીતાલી ગામમાં વટસાવિત્રીનાં તહેવારની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : ટ્રાન્સપોર્ટ સાથીદારની દાદાગીરી : ઝઘડીયા ખાતે ટ્રાન્સપોર્ટના ધંધાની મથામણમાં આરોપીએ તેના દીકરા સાથે મળીને ઈસમના ગળામાંથી ચેઇન ઝુંટવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!