Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સુરતના માંગરોળના વાંકલમાં વટ સાવિત્રી વ્રતની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી : પતિના દીર્ઘાયુષ્ય અને અખંડ સૌભાગ્ય માટે મહિલાઓએ રાખ્યું વ્રત

Share

 

 

Advertisement

વાંકલ :

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં વટ સાવિત્રી વ્રતની શ્રદ્ધા, ભક્તિ અને હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સુહાગિન મહિલાઓએ પતિના દીર્ઘાયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યની કામના સાથે પરંપરાગત રીતે વ્રતનું પાલન કર્યું હતું.

વ્રત નિમિત્તે મહિલાઓએ દીર્ઘાયુષ્ય અને અખંડ સૌભાગ્યના પ્રતીક સમાન વડના વૃક્ષની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરી હતી. પૂજા બાદ વડના થડની ફરતે સૂતરનો દોરો વીંટીને પ્રદક્ષિણા કરી અને પરિવારના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

ખાસ કરીને લગ્ન બાદ પ્રથમ વખત વટ સાવિત્રી વ્રત રાખતી નવપરિણીત મહિલાઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ મહિલાઓએ ધાર્મિક વિધિઓમાં ભાવપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રસંગે ગોર મહારાજ રાકેશ પંડ્યાએ મહિલાઓને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વ્રત કરાવ્યું હતું તેમજ વટ સાવિત્રી વ્રતનું ધાર્મિક મહત્ત્વ સમજાવી વ્રત કથાનું શ્રવણ કરાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.


Share

Related posts

રાજપીપળા : ભોળી પ્રજા પાસે દંડ ઉધરાવતું તંત્ર શું બેંકોને દંડ ફટકારશે ?… જાણો વધુ.

ProudOfGujarat

વડોદરા : ગોત્રી વાસણા રોડ ઉપર પાર્ક કરેલ કારના ટાયર ચોરી થયાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ.

ProudOfGujarat

દિપાવલી વેકેશન પુર્ણ થતા સોમવારથી શાળાઓ ધમધમશે..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!