Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મોડે મોડે પણ મેહુલિયાએ મેઘાવી માહોલ જમાવ્યો, ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ: ઠંડક થતાં લોકોએ હાશકારો લીધો

Share

 

ચાતકની નજરે લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં હતાં. ૧ જૂલાઈથી વરસાદે પોતાનું ખાતું ખોલ્યું

Advertisement

। ભરૂચ । ભરૂચ શહેર જિલ્લામાં આખો જૂન મહિનો કોરો કટાક જતાં વરસાદની આશાએ લોકો આકાશમાં મીટ માંડી બેઠાં હતાં. છેલ્લાં એક સપ્તાહથી વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે હમણા વરસાદ પડશે તેવી આશાથી લોકો બેઠાં હતાં. દરમિયાનમાં બુધવારે બપોરના સમયે વાદળોથી ઘેરાયેલાં આકાશમાંથી આખરે કાચુ સોનું વરસતાં આકુળ-વ્યાકુળ થઈ ગયેલાં લોકોને ગરમીમાંથી મોટી રાહત સાંપડી હતી. વરસાદના છાટાં ખેતરોમાં પડતાં માટીની ભીની સુગંધથી આખુ વાતાવરણ ખુશનુમા થઈ ગયુ હતું.

ભરૂચ શહેર જિલ્લામાં સામાન્ય રીતે જૂન મહિનાના ૧૫ થી ૨૨ તારીખ વચ્ચે ચોમાસું શરૂ થઈ જતું હોય છે. જોકે, આ વર્ષે આખા જૂન મહિનામાં માત્ર ૨ જૂનના રોજ વરસાદ વરસ્યા બાદથી મેઘરાજા જાણે નારાજ થઈ ગયાં હોય આખો મહિનો વરસાદ થયો ન હતો. જેના કારણે લોકો ગરમી અને બફારાથી અતિષય ત્રસ્ત થઈ ગયાં હતાં. ખેડૂતો પણ વાવણી કરવાને લઈને અજમંજસમાં આવી ગયાં હતાં. જોકે, છેલ્લાં બે-ત્રણ દિવસથી સવારના સમયે વાદળછાયું વાતાવરણ રહે છે. તેમજ રાત્રીના સમયે ઝરમર વરસાદ થઈ રહ્યો હોઈ બપોર બાદ લોકો બફારાથી પરેશાન થઈ ગયાં હતાં. દરમિયાનમાં બુધવારે લોકોની આતુરતાનો જાણે અંત આવ્યો હોય તેમ બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવી વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લામાં મોડેમોડે પણ મેહુલિયાએ મેઘાવી માહોલ જમાવતાં નાના ભુલકાઓથી માંડી વયોવૃદ્ધ લોકોમાં જાણે નવી

સ્ફૂર્તિ આવી ગઈ હોય તેવો માહોલ જામ્યો હતો. પહેલાં વરસાદમાં જ ભરૂચ શહેરમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકો અટવાયાં હતાં. દ્વિચક્રીય વાહનોને લોકો ધક્કા મારતાં જોવા મળ્યાં હતાં. માત્ર ૧૫થી ૨૦ મિનીટમાં જ વરસાદે શહેરને પાણીથી તળબતોળ કરી દીધું હતુ.


Share

Related posts

बिहार के प्रशंसकों ने बिहारी स्टाइल में रितिक रोशन को दी जन्मदिन की बधाई!

ProudOfGujarat

સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ સોમવારે ભાવિકોનો ઘસારો…

ProudOfGujarat

ભરૂચ પંથકમાં તંત્રનાં પાપે મચ્છરનો ઉપદ્રવ : શું નગરપાલિકા મચ્છરનાં ઉપદ્રવને અટકાવશે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!