Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ રેલવે સ્ટેશનના પ્લે.નં.૪ પર બાકડા પર સુતેલાં શ્રમિકના હાથમાંથી ૨ ગઠિયા મોબાઈલ ચોરી ગયા : સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતાં બે શ્રમજીવીઓએ ચોરી કર્યાનું માલુમ પડતાં ઝડપી પાડયાં

Share

 

ભરૂચ.

Advertisement

મધ્યપ્રદેશના જામ્બુઆ ખાતે રહેતાં જવરુ પુનિયા ડામોરતેમના પરિવાર સાથે ભરૂચ રેલવે સ્ટેશન પર કડીયાકામની મજુરી કરે છે ગઈકાલે બપોરના સમયે તેમનો ખાવાનો એક પડતાં તેણે ખાવાનું ખાધા બાદ થાક લાગ્યો હોઈ શૌચાલય પાસેના બાકડાની બાજુમાં તે સુઈ ગયો હતો. તેનો મોભાઈલ તેના હાથમાં જ હતો. દરમિયાનમાં તે ઊંઘમા હતો. તે વેળાં તકનો લાભ લઈ કોઈ ચોર તેના હાથમાંથી મોબાઈલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે તેણે ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા પહોંચતાં ટીમે આરપીએફ ઓફિસમાં જઈ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતાં બે શખ્સોએ મળી તેના હાથમાંથી મોબાઈલની ચોરી કરી રફુચક્કર થઈ ગયાં હોવાનું માલુમ પડયું હતું. જેના પગલે તેમણે ભરૂચ રેલવે પ્લેટફોર્મ પર તપાસ કરતાં ચોરી કરનારા બે શખ્સો ઝડપાઈ ગયાં હતાં. પુછપરછમાં બન્નેના નામ અનિલસિંહ રામલાલસિંહ સિંધ ( રહે. કાલુપુર અમદાવા) તેમજ ભાવેશ જીતુ રાવલ (રહે. કેશવનગર છાપરામાં, સાબરમતી) હોવાનું માલુમ પડયું હતું. બનાવ સંદર્ભે રેલવે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ઝઘડીયા : અવિધા ગામે લગ્નમાં જમતી વખતે પોતાની વાતો કરતા હોવાનો શક રાખી મારામારી કરી.

ProudOfGujarat

મોરબી પુલ દુર્ઘટનામાં ચાર્જશીટ દાખલ, જયસુખ પટેલ સહિત 10 લોકોને આરોપી બનાવ્યા

ProudOfGujarat

રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!