Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હાથ બનાવટના દેશી કટ્ટા સાથે પોલીસે એક સગીર સહિત બેને ઝડપી પાડ્યાં : સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસની કડોદરા જીઆઈડીસી પોલીસ મથક હદમાં કાર્યવાહી

Share

કડોદરા જીઆઈડીસી પોલીસ મથક હદના તાંતીથૈયા વિસ્તારમાં દેશી તમંચા સાથે એક આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ઝડપાયા

 

Advertisement

સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસે કડોદરા જીઆઈડીસી પોલીસ મથક હદના તાંતીથૈયા વિસ્તારમાં દરોડો પાડી દેશી હાથ બનાવટનો તમંચો (કટ્ટો) સાથે એક આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઝડપી પાડ્યા છે. પોલીસે બંને પાસેથી દેશી તમંચો અને એક્ટિવા સહિત કુલ રૂ. 60 હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, સુરત ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે તાંતીથૈયા સ્થિત સોની પાર્ક નજીક બાલાજી સુપર માર્કેટ પાસે આવેલા શાકભાજી માર્કેટના શેડમાં દરોડો પાડ્યો હતો. બાતમી મુજબ આરોપીઓ ગેરકાયદેસર રીતે દેશી તમંચો રાખી તેનું વેચાણ કરવાની ફિરાકમાં હતા.

દરોડા દરમિયાન પોલીસે કરણ શિનોદ હલીઓમ શર્મા (ઉં.વ. 22), મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી અને હાલમાં તાંતીથૈયામાં રહેતો હોવાનું સામે આવ્યું છે, તેમજ તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી એક દેશી હાથ બનાવટનો તમંચો (કટ્ટો) અને એક્ટિવા મોપેડ મળી કુલ રૂ. 60 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પકડાયેલા આરોપી અને કિશોરને કડોદરા જીઆઈડીસી પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કામગીરી સુરત ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ અધિકારીઓ અને સ્ટાફે સફળતાપૂર્વક પાર પાડી હતી.


Share

Related posts

ગોધરાના ધારાસભ્ય અને તેમના પુત્ર સહીત અન્ય વગદારો સામે છેતરપીંડી કરી જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ થતા ભારે ખળભળાટ.

ProudOfGujarat

ગોધરા: મોરવા હડફ તાલુકાની દાંતિયાવર્ગ પ્રાથમિકશાળાના બાળ વિજ્ઞાનીઓએ બનાવી “ડીઝીટલ ડસ્ટબીન”

ProudOfGujarat

ભરૂચ:ભુવા ચોકડી નજીક માછી સમાજ દ્વારા વિરોધ પ્રદશન કરાયું,નદીમાં ખૂંટા મારવા મુદ્દે થયું આંદોલન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!