Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની મોરલ હાઈલેન્ડ સોસાયટીમાં શાહુડીનું સફળ રેસ્ક્યુ, વન વિભાગ અને નેચર પ્રોટેક્શન ટ્રસ્ટની ત્વરિત કામગીરી

Share

ભરૂચ:

ભરૂચ શહેરની મોરલ હાઈલેન્ડ સોસાયટીમાં ગુરુવારે સવારે એક શાહુડી (સેહ) દેખાતા સ્થાનિક રહેવાસીઓમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. સોસાયટીના રહેવાસી તાહિર રશીદભાઈએ ઘટનાની જાણ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને કરતા તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

Advertisement

માહિતી મળતા જ હિરેન શાહે વન વિભાગના આરએફઓનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ વન વિભાગના કર્મચારી કેયુરભાઈ પટેલ તેમજ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહ અને રમેશભાઈ દવે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.

શાહુડી એક મકાનના દાદર નીચે સંતાઈ ગઈ હોવાથી તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં ટીમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આશરે 50 મિનિટની જહેમત બાદ ટીમે શાહુડીનું સફળતાપૂર્વક અને કોઈ ઈજા વિના રેસ્ક્યુ કર્યું હતું.

રેસ્ક્યુ બાદ શાહુડીની વન વિભાગના માર્ગદર્શન હેઠળ ડોક્ટરી તપાસ કરાવવામાં આવી હતી. તપાસમાં તે સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું જણાતા આરએફઓના માર્ગદર્શન મુજબ તેને તેના કુદરતી નિવાસસ્થાનમાં, પૂરતા ખોરાક અને પાણીની ઉપલબ્ધિ ધરાવતા અનુકૂળ વાતાવરણમાં મુક્ત કરવામાં આવી હતી.

વન વિભાગ અને નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટની સમયસર અને સંકલિત કામગીરીને સ્થાનિક રહેવાસીઓએ બિરદાવી હતી. શાહુડીના સુરક્ષિત રેસ્ક્યુ અને સ્થળાંતર બાદ સોસાયટીના રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.


Share

Related posts

સુરત- ચકલીને બચાવતું ગ્રુપઃ ફર્નિચરમાંથી બચેલી પ્લાયનો ફાળો ઉઘરાવી બનાવે છે સ્પેરોવીલા

ProudOfGujarat

મધ્યપ્રદેશમાં બસ પુલ પરથી નીચે ખાબકતાં 15 ના મોત, 20 થી વધુ ઇજાગ્રસ્ત

ProudOfGujarat

નર્મદા ડેમના પાંચ દરવાજા ૩૦ સે.મી. ખોલતા ભૂગર્ભ જળ-વિદ્યુત મથકો ધમધમતા થયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!