Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના રાંદેર વિસ્તારમાં હત્યા કેસમાં વધુ બે આરોપીઓ ઝડપાયા.

Share

રાંદેર ચંદ્રશેખર આઝાદની બ્રિજ પર રવિવારે સાંજે જુનેદ પઠાણની હત્યા કરાઈ હતી. આ હત્યા કેસમાં રાંદેર પોલીસે વધુ બે હત્યારા ભાઈઓની ધરપકડ કરી છે. જુનેદ પત્ની અને 3 દીકરીઓને બાઇક પર લઈ ઘરે જઇ રહ્યો હતો તે વખતે હુમલાખોરોએ કારથી બાઇકને ટક્કર મારી નીચે પાડી જુનેદને 17 થી વધુ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી.

હત્યા પાછળનું કારણ મૃતક જુનેદ પઠાણના સાળાઓનો હત્યારાઓ સાથે એક મહિના પહેલા પાર્કિંગ બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં જુનેદ પઠાણના સાળા સહિત 5 આરોપીઓ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં જુનેદ પઠાણ સાળાઓને જેલમાંથી છોડાવવા મદદ કરતો હતો. આથી જુનેદનો કાંટો કાઢી નાખવા હત્યા કરવામાં આવી હતી.

Advertisement

રાંદેર પોલીસે હત્યારા અઝહરુદ્દીન ઉર્ફે અઝહર આબેદીન સૈયદ(31) અને તેનો રિક્ષાચાલક ભાઈ નિઝામુદ્દીન ઉર્ફે લાલા આબેદીન સૈયદ(38) (બંને રહે,પાલીયાવાડ,રાંદેર)ની ધરપકડ કરી છે. અગાઉ તેના ભાઈ ઈરફાન આબેદીન સૈયદની ધરપકડ કરી હતી. હજુ બે હત્યારાઓ નાસતા ફરે છે. પોલીસે કાર પણ કબજે કરી છે. કાર અઝહરુદ્દીને ખરીદી કરી હોવાનું રટણ કરી રહ્યો છે, ખરેખર કારની તપાસ કરાય તો ઘણી હકીકતો પોલીસને મળી શકે છે.


Share

Related posts

ભરૂચનાં ધોળીકુઈ વિસ્તારમાં ગટરની કામગીરી દરમિયાન પાઇપ લાઈનમાં લીકેજ સર્જાતા વ્યાપક પ્રમાણમાં પાણીનો બગાડ થવા પામ્યો હતો.

ProudOfGujarat

ED એ પૂર્વ જનરલ મેનેજર સહીત અન્ય 5 આરોપી સામે કરી કાર્યવાહી.

ProudOfGujarat

સુરત : કામરેજમાં સહકારી મંડળીમાંથી તસ્કરો ૧.૯૦ લાખની રોકડ ચોરી કરી ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!