Proud of Gujarat
Uncategorized

ભારતમાલા એક્સપ્રેસવે પર ટ્રક પલટી, ટ્રાફિક પોલીસે ‘ગોલ્ડન ફાઇવ મિનિટ’માં ડ્રાઇવરને બચાવ્યો : એરફોર્સ કોન્વોયની પાયલોટિંગ ફરજ વચ્ચે માનવતા મહેકાવી, ઇજાગ્રસ્ત ડ્રાઇવરને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો

Share

 

ભરૂચ :

Advertisement

ભારતમાલા એક્સપ્રેસવે પર પીલુદરા ગામ નજીક એક હાયવા ટ્રકનું ટાયર અચાનક ફાટી જતાં ટ્રક પલટી મારી ગઈ હતી. અકસ્માત સમયે ભરૂચ સિટી ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ તથા ડ્રાઇવર ASI કનુભાઈ એરફોર્સ કોન્વોયની પાયલોટિંગની ફરજ પર હતા.

અકસ્મત નજરે પડતાં ટ્રાફિક પોલીસના જવાનોએ તાત્કાલિક પાયલોટિંગ રોકી ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માત બાદની અત્યંત મહત્વપૂર્ણ ગણાતી શરૂઆતની ‘ગોલ્ડન ફાઇવ મિનિટ’માં ઇજાગ્રસ્ત ટ્રક ડ્રાઇવરને વાહનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.

પોલીસ કર્મચારીઓએ ઇજાગ્રસ્ત ડ્રાઇવરને જરૂરી પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. ટ્રાફિક પોલીસની સમયસૂચકતા અને ઝડપી કામગીરીના કારણે ઇજાગ્રસ્તને સમયસર સારવાર મળી શકી હતી.

ફરજની સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર ભરૂચ સિટી ટ્રાફિક પોલીસના જવાનોએ ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ એ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું હતું.


Share

Related posts

ભરૂચ ખાતે ધો.10 અને ITI બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રવેશ માટે માર્ગદર્શન સેમિનાર યોજાશે

ProudOfGujarat

ઝાડેશ્વર રોડ ખાતે આવેલી અવધપુરી સોસાયટીમા તસ્કરોનો હાથ ફેરો…. અઢીલાખની ચોરી

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!