Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી મંડળીની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ : સભાસદોને ડિવિડન્ડ, નવી લોન અને સ્વનિર્ભર વીમા યોજનાની ભેટ

Share

 

ભરૂચ :

Advertisement

ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી મંડળી-ભરૂચની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. બેઠકમાં સભાસદોના હિતને ધ્યાનમાં રાખી અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. સભાસદોને ડિવિડન્ડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, સાથે જ નવી લોન યોજનાઓ અને “સ્વનિર્ભર વીમા યોજના” શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

મંડળીના વિકાસને વધુ વેગ આપવા માટે મક્તમપુર GEB સર્કલ ઓફિસના ગેટ નજીક મંડળીની નવી ઓફિસ તથા ગ્રાહક ભંડાર માટે વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે. આ સુવિધાથી સભાસદોને વધુ સગવડો ઉપલબ્ધ થશે.

બેઠકમાં સભાસદોના પરિવારના સામાજિક સુરક્ષાને પ્રાથમિકતા આપતાં, સભાસદના અકાળે અવસાનના સંજોગોમાં પરિવારને આર્થિક સહાય મળી રહે તે માટે “સ્વનિર્ભર વીમા યોજના” અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો હતો.

મંડળીના પારદર્શક અને વિશ્વાસપાત્ર વહીવટને કારણે નિવૃત્ત કર્મચારીઓ પણ ફિક્સ ડિપોઝિટ જમા કરાવી “માનદ સભાસદ” તરીકે જોડાઈ શકે છે. ઉપરાંત, મંડળીની કામગીરીથી પ્રભાવિત થઈ હવે DGVCL અને GETCOના સુરત સર્કલ સુધીના કર્મચારીઓ પણ સભ્ય બની રહ્યા હોવાનું જણાવાયું હતું.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, સરકારી વકીલ કૃણાલ ચાવડા, ભરૂચ નગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન અર્પણ જોષી, બાગ-બગીચા અને સાંસ્કૃતિક વિભાગના ચેરમેન હેમાંગી મિસ્ત્રી, સુરત સહકારી મંડળીના પ્રમુખ તથા AGVKS યુનિયનના હોદ્દેદાર જીગ્નેશ પટેલ, સી.કે. પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ઘરવિહોણા ૮૦ થી વધુ લોકો માટે રાજકોટ મનપા દ્વારા નિ:શુલ્ક રહેવાની સુવિધા કરાઈ.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત એસઆરપી ગ્રુપ-૧૮ ના ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની તીરંદાજી સ્પર્ધા યોજાઈ.

ProudOfGujarat

અસલી સોનાનાં બિસ્કિટ બતાવી નકલી સોનાના બિસ્કીટનું વેચાણ કરતી ગેંગના ૪ આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!