Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા પંચાયતની 9 સમિતિઓના ચેરમેનોએ વિધિવત પદભાર સંભાળ્યો : જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજની ઉપસ્થિતિમાં યોજાયો પદગ્રહણ સમારોહ, શુભેચ્છાઓનો ધોધ વહ્યો

Share

 

ભરૂચ:

Advertisement

 

ભરૂચ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં વિવિધ 9 સમિતિઓના ચેરમેનની કરાયેલી નિમણૂક બાદ ગુરુવારે તમામ ચેરમેનોએ વિધિવત રીતે પોતાના પદનો કાર્યભાર સંભાળ્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, ઉપપ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના સભ્યો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં પદગ્રહણની પ્રક્રિયા સંપન્ન થઈ હતી.

આ પ્રસંગે કારોબારી સમિતિના ચેરમેન તરીકે પ્રવીણ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે કર્મીશા પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે યતીન પટેલ તથા આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે વિમલ પટેલ સહિત વિવિધ સમિતિઓના ચેરમેનોએ સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો હતો.

પદભાર સંભાળ્યા બાદ જિલ્લા પંચાયતના સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓએ તમામ ચેરમેનને શુભેચ્છાઓ પાઠવી હતી. નવા ચેરમેનોએ જિલ્લા વિકાસના કાર્યોને ગતિ આપવાની સાથે લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.


Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલ તંત્ર ની ગંભીર બેદરકારી સામે આવી હતી..પાર્કીંગ માંજ મેડીકલ વેસ્ટ ના ઢગલા નજરે પડતા તંત્ર માં દોઢધામ મચી હતી….

ProudOfGujarat

દક્ષિણ ગોવામાં બાળક ચોરીની શંકામાં મારપીટની અનેક ઘટનાઓ, અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં વરસાદી માહોલ બાદ શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!