Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભારે વરસાદથી કીમ નદી બે કાંઠે, 9 મીટરની સપાટીએ પહોંચતા સુરત તંત્ર એલર્ટ :  માંગરોળ તાલુકાના 14 ગામોને સાવચેત કરાયા, તલાટીઓને હેડક્વાર્ટર ન છોડવા કડક સૂચના

Share

 

વાંકલ :

Advertisement

 

 

સુરત જિલ્લામાં તેમજ ઉપરવાસમાં નોંધાયેલા ભારે વરસાદના પગલે લોકમાતા કીમ નદીમાં સતત પાણીની આવક વધી રહી છે. પરિણામે નદી બે કાંઠે વહેતી થઈ છે અને તેની સપાટી વધીને 9 મીટર સુધી પહોંચી જતા સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કીમ નદીની ભયજનક સપાટી 12 મીટર છે. હાલ પાણીનું સ્તર 9 મીટરે પહોંચતાં સંભવિત પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

પરિસ્થિતિને ધ્યાને રાખીને માંગરોળ તાલુકાના કીમ નદી કિનારે આવેલા 14 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમાં કોસાડી, લુવારા, ગીજરમ, આકરોડ, આમંડેરા, કનવાડા, વેલાછા, નોગામા, લીંબાડા, કંટવાવ, વાલેસા, શેઠી, કુવંદા સહિતના ગામોનો સમાવેશ થાય છે.

વહીવટી તંત્રે નદીકાંઠાના ગામોના તમામ તલાટી-કમ-મંત્રીઓને પોતાનું હેડક્વાર્ટર ન છોડવા કડક સૂચના આપી છે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક વહીવટી તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તેમજ પોલીસ વિભાગને પણ એલર્ટ રાખવામાં આવ્યા છે.

તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને કીમ નદીની નજીક ન જવા તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.


Share

Related posts

ગોધરા ખાતે નિરંકારી ભવનમાં નેત્ર ચકાસણી કેમ્પ યોજાયો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોના સમર્થકોએ ભવ્ય ઉજવણી કરી.

ProudOfGujarat

ઘોર કળીયુગ : સુરેન્દ્રનગરના લીંબડી ખાતે આવેલ પ્રજ્ઞેશ્વર મહાદેવ મંદિરમાંથી દાનપેટીની થઈ ચોરી, જાણો વધુ…!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!