Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ-દહેજ રોડ પર એલસીબીનો મોટો દારૂનો પર્દાફાશ: ₹90.85 લાખનો મુદ્દામાલ જપ્ત, એક ઝડપાયો-પાંચ ફરાર  :    આમદડા ગામના ડ્રીમ કોમ્પ્લેક્ષમાં કન્ટેઈનરમાંથી ₹35.85 લાખ નહીં પરંતુ અંદાજે ₹75.85 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો; દારૂ, કન્ટેઈનર અને વર્ના કાર સહિત કુલ ₹90.85 લાખનો મુદ્દામાલ કબજે

Share

 

ભરૂચ:
ભરૂચ જિલ્લાના દહેજ રોડ પર આવેલા આમદડા ગામના ડ્રીમ કોમ્પ્લેક્ષ ખાતે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)એ દરોડો પાડી વિદેશી દારૂની હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહી દરમિયાન દારૂ ભરેલું આઈશર કન્ટેઈનર અને એક વર્ના કાર મળી આવતાં પોલીસે અંદાજે ₹90.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

Advertisement

એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે આમદડા ગામ નજીક આવેલા ડ્રીમ કોમ્પ્લેક્ષમાં દરોડો પાડવામાં આવ્યો હતો. બાતમી મુજબ આઈશર કન્ટેઈનરમાં મોટી માત્રામાં વિદેશી દારૂ લાવી અહીં કટિંગ કરી નાના વાહનો મારફતે ભરૂચ અને આસપાસના જિલ્લાઓમાં સપ્લાય કરવાની તૈયારી ચાલી રહી હતી.

દરોડા દરમિયાન સ્થળ પરથી પ્રકાશ કેશરામ ચૌધરી (રહે. બાડમેર, રાજસ્થાન)ને ઝડપી લેવામાં આવ્યો હતો. સ્થળ પરથી આઈશર કન્ટેઈનર અને વર્ના કાર મળી આવી હતી. કન્ટેઈનરની તપાસ દરમિયાન અંદાજે ₹75.85 લાખની કિંમતનો અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. દારૂ, કન્ટેઈનર અને કાર સહિત કુલ ₹90.85 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

પોલીસ પૂછપરછ દરમિયાન ઝડપાયેલા પ્રકાશ ચૌધરીએ કબૂલાત કરી હતી કે રાજસ્થાનના હાર્દિક રમેશ ચૌધરી અને મહેસાણાના મિત અશ્વિનકુમાર પ્રજાપતિ સાથે મળીને વિદેશી દારૂના વેપારનું નેટવર્ક ચલાવતા હતા. દારૂનો જથ્થો ગોડાઉનમાં ઉતારી ત્યારબાદ નાની ગાડીઓ મારફતે ભરૂચ સહિત આસપાસના વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતો હતો.

પોલીસની રેડ પડતાં હાર્દિક ચૌધરી, મિત પ્રજાપતિ, નિલેશ ચૌધરી, વિનીય તથા આઈશર કન્ટેઈનરનો ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે પાંચેય આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે.

આ સમગ્ર મામલે ભરૂચ તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂની હેરાફેરીના સમગ્ર રેકેટની કડીઓ શોધવા અને અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

નડિયાદ : શાળા આચાર્યઓની પરિણામ સુધારણા ચિંતન અને માર્ગદર્શન બેઠક યોજાઈ.

ProudOfGujarat

રાજકોટમાં 10 મહિનાની બાળકી બીમાર પડતાં ભૂવાએ ગરમ સોયના ડામ દીધા, તબિયત વધુ લથડતાં રાજકોટની સિવિલમાં ખસેડાઈ

ProudOfGujarat

મણિપુર વાયરલ વીડિયો કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, અત્યાર સુધીમાં પાંચ ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!