Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરવાડા ગામે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શૈક્ષણિક સામગ્રીનું વિતરણ, શિક્ષણ માટે પ્રેરણાદાયી પહેલ

Share

 

અંકલેશ્વર:
અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન મળે અને અભ્યાસ માટે જરૂરી શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ થાય તે હેતુથી પી.આઈ. ફાઉન્ડેશન દ્વારા નોટબુક, મોટા ડાયરા અને બોલપેનનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

આ કાર્યક્રમ પી.આઈ. ફાઉન્ડેશનના દેશરાજ બંસલ તથા આતાપી સેવા ફાઉન્ડેશનના સહયોગથી યોજાયો હતો. કાર્યક્રમમાં ગામના સરપંચ ઈમ્તિયાઝ મકરોડ, બાબુ વકીલ, સામાજિક કાર્યકર જુનેદ પંચભાયા, ઈબ્રાહીમ માર્શલ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી મન લગાવી અભ્યાસ કરવા અને ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે પ્રેરણા આપી હતી. વિદ્યાર્થીઓ તથા વાલીઓએ પી.આઈ. ફાઉન્ડેશન અને આતાપી સેવા ફાઉન્ડેશનના આ શૈક્ષણિક સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો.


Share

Related posts

સુરત પોલીસે ટ્રકમાં 74 લાખના ગાંજાની હેરાફેરી કરતાં બેને ઝડપી પાડ્યાં

ProudOfGujarat

ઝઘડીયા ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને ગામ અગ્રણીઓ દ્વારા પદ્મ વિભુષણ ડો.લતાબેન દેસાઈનું કરાયું સન્માન.

ProudOfGujarat

દહેજમાં ફરી ઉડયા દારૂ બંધીના ધજાગરા : વિદેશી દારૂ લેવા માટે ખુલ્લેઆમ લોકોની પડાપડી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!