Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

GSDMAના નાણા નિયામક બી. એફ. પટેલે કતપોર સાયક્લોન શેલ્ટરની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું : સ્થાનિક અધિકારીઓ અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓની હાજરીમાં આપ્યું જરૂરી માર્ગદર્શન

Share

 

ભરૂચ : ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA), ગાંધીનગરના નાણા નિયામક બી. એફ. પટેલે મંગળવારે હાંસોટ તાલુકાના કતપોર સ્થિત સાયક્લોન શેલ્ટરની મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.

Advertisement

મુલાકાત દરમિયાન તેમણે સાયક્લોન શેલ્ટરની તૈયારીઓ, ઉપલબ્ધ સુવિધાઓ તેમજ આપત્તિના સમયે જરૂરી બનતી વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. સાથે જ સંબંધિત અધિકારીઓને કામગીરી વધુ અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો પણ આપ્યા હતા.

આ પ્રસંગે હાંસોટના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ CSMMCના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સ્થાનિક સ્તરે TCM, સરપંચ તથા ગ્રામ પંચાયતના સભ્યોએ પણ મુલાકાતમાં ભાગ લઈ સાયક્લોન શેલ્ટરની કામગીરી અંગે માહિતી આપી હતી.

આ મુલાકાતનો મુખ્ય હેતુ આપત્તિ વ્યવસ્થાપન માટેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી સાયક્લોન જેવી કુદરતી આપત્તિના સમયે લોકોને સુરક્ષિત આશ્રય અને જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત થાય તે માટેની વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવાનો હતો.


Share

Related posts

મહામારી છતાં કલિંગા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ ટેકનોલોજી (કે.આઈ.આઈ.ટી)માં વિક્રમજનક પ્લેસમેન્ટ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં સાધુ બીડી પીતા જ શરીરે આગ લાગતાં ગંભીર રીતે દાઝી જતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા.

ProudOfGujarat

રાજકોટ – જીએમએસએલસીના ગોડાઉનમાં દવાનો જથ્થો સગેવગે કરવા મામલે કાર્યવાહી તેજ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!