Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં કલા મહાકુંભ 2026-27 માટે નોંધણીની અંતિમ તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાઈ : 5 ઓગસ્ટના બદલે હવે 31 ઓગસ્ટ સુધી ઓફલાઇન ફોર્મ ભરાશે; કલાકારોને મોટી રાહત

Share

 

ભરૂચ : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ યોજાનારા કલા મહાકુંભ 2026-27 માટે ઓફલાઇન નોંધણી કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. અગાઉ નોંધણી માટે છેલ્લી તારીખ 5 ઓગસ્ટ, 2026 નક્કી કરવામાં આવી હતી, જેને હવે વધારીને 31 ઓગસ્ટ, 2026 કરવામાં આવી છે. આ નિર્ણયથી જિલ્લાના કલાકારોને નોંધણી માટે વધુ સમય મળતાં રાહત અનુભવાઈ છે.

Advertisement

જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભરૂચ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક કલાકારોને નોંધણી ફોર્મ હોસ્ટેલ ગ્રાઉન્ડ, સેવાશ્રમ રોડ સ્થિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી પરથી મળશે. ઉપરાંત સંબંધિત તાલુકાની કન્વીનર સંસ્થાઓ પાસેથી પણ ફોર્મ મેળવી શકાશે.

અરજદારે ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરી તેની સાથે આધાર કાર્ડની નકલ અને બેંક પાસબુકની નકલ ફરજિયાત જોડીને નિયત સમયમર્યાદામાં કચેરી સમય દરમિયાન જમા કરાવવાની રહેશે. અધૂરી વિગતો ધરાવતા અથવા અંતિમ તારીખ બાદ પ્રાપ્ત થતા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીએ જિલ્લાના તમામ કલાકારોને વધારેલી સમયમર્યાદાનો લાભ લઈ સમયસર નોંધણી કરાવવા અપીલ કરી છે.


Share

Related posts

નર્મદા : પોલીસ અને વન વિભાગે સંયુક્ત રેડ કરી સાગી લાકડાનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચમાં વિઘ્નહર્તા દેવની પ્રતિમાનું કૃત્રિમ જળકુંડમાં કરાયું વિસર્જન.

ProudOfGujarat

ભરૂચ શહેર એ ડીવીઝન પી.આઇ અને મામલતદાર દ્વારા વેપારીઓને સામાજીક અંતર રાખવા માટે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!