Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નર્મદા મૈયા બ્રિજ પર ઓવરટેક કરતી વખતે અકસ્માત  :  સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા મોપેડ ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ; યુવકને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ

Share

 

ભરૂચ : ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર બુધવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહેલા મોપેડ સવાર યુવકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા તેની મોપેડ સીધી રોડના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

Advertisement

અકસ્માત બાદ બ્રિજ પરથી પસાર થઈ રહેલા વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત યુવકને પ્રાથમિક મદદ આપ્યા બાદ વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને કારણે બ્રિજ પર થોડા સમય માટે વાહનોની અવરજવરમાં પણ વિક્ષેપ સર્જાયો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઓવરટેક કરતી વખતે મોપેડ પરનો કાબૂ ગુમાવતાં વાહન ડિવાઈડર સાથે અથડાયું હતું. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


Share

Related posts

વડોદરામાં ડેસર તાલુકાના ન્હારા ગામે એક જ કોમના બે ટોળા વચ્ચે પથ્થર મારો, ત્રણ વ્યક્તિ ઘાયલ.

ProudOfGujarat

70 વર્ષ પછી બંધ થઈ રહ્યું છે લંડનનું ઐતિહાસિક ઈન્ડિયા ક્લબ, આઝાદી પછીથી હતું ભારતીય પ્રવાસીઓનું બીજું ઘર

ProudOfGujarat

સુરતમાં 18 લાખના હીરાનું પડીકું લઇ ભાગી છૂટેલો ઠગ હિમાલચ પ્રદેશથી ઝડપાયો..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!